Dahod: બેંક ઓફ બરોડાની ગંભીર બેદરકારી, બેંક બહાર ખાતાધારકોના ડોક્યુમેન્ટ ફેંકી દેવાયા, જુઓ Video
આધારકાર્ડ, પાસબુક, ફોટો ગ્રાફક સહિત ચૂંટણી કાર્ડ અને અન્ય મહત્વના દસ્તાવેજોને બેંક ઓફ બરોડાની બહાર ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. મહત્વના દસ્તાવેજોનો ઉપયોગ અન્ય કોઈ કરી શકે એવા ભયને લઈ લોકોમાં રોષ ફેલાયો હતો.
દાહોદના સુખસરમાં બેંકની ગંભીર બેદરકારી સામે આવી છે. બેંકની બહાર ખાતેદારોના મહત્વના દસ્તાવેજો બેંકની બહાર ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યા હતા. બેંકની બહાર આ પ્રકારે મહત્વના દસ્તાવેજો ફેંકી દેવાને લઈને સ્થાનિક બેંકના ખાતેદારોમાં રોષ ફેલાયો હતો. બેંકમાં આપેલા મહત્વના દસ્તાવેજો બેંકની બહાર ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ દસ્તાવેજોને ઉપયોગ ઠગ ટોળકીઓ પણ કરી શકે છે એવો પણ ભય રહેલો છે.
આધારકાર્ડ, પાસબુક, ફોટો ગ્રાફક સહિત ચૂંટણી કાર્ડ અને અન્ય મહત્વના દસ્તાવેજોને બેંક ઓફ બરોડાની બહાર ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. મોટાભાગના દસ્તાવેજો એવા છે કે, કોઈ તત્વો તેનો અન્ય ઉપયોગ કરી શકે છે. આમ ગુનાઈત પ્રવૃત્તીમાં પણ આ દસ્તાવેજો કોઈ શખ્શો તેનો ઉપયોગ કરી શકે છે. દસ્તાવેજોમાના ચૂંટણી અને આધારકાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર રીતે હોટલમાં રોકાણ કરવા માટે પણ કોઈ ઉપયોગ કરવાનો ભય રહેલો છે. જેને લઈ લોકોમાં બેંકની ગંભીર બેદરકારીને લઈ રોષ ફેલાયો હતો.
આ પણ વાંચોઃ Sabarkantha: નવા ખરીદેલા ઘરનો દસ્તાવેજ કરવા ગયેલો યુવક કચેરીમાં જ ઢળી પડ્યો, 35 વર્ષના યુવાનનુ મોત
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ