AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૂઈગામના ભરડવા ગામના લોકોએ tv9 સમક્ષ ઠાલવી વેદના, 72 કલાક મકાનોની છત પર ગુજાર્યા પરંતુ સરકાર દ્વારા ન મળી મદદ- Video

બનાસકાંઠાના સૂઈગામ તાલુકાના ભરડવા ગામમાં 72 કલાક બાદ પણ પૂરના પાણી ઓસર્યા નથી. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે તેઓ મકાનોન છત પર આશરો લેવા માટે મજબુર બન્યા હતા. ન પીવાનું પાણી મળે, ન વીજળી મળે ન તો મોબાઈલના નેટવર્ક મળે અને માથા પર સતત વરસતો વરસાદ. આવી સ્થિતિમાં લોકોએ ગામલોકોએ પહેરેલ કપડે બે દિવસ સતત વરસાદ વચ્ચે પસાર કર્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2025 | 5:39 PM
Share

તમે ક્યારેય કલ્પના કરી છે કે તમારી આસપાસ માત્ર પાણી જ પાણી હોય અને માથે છત પણ ન હોય. વરસાદ વરસતો હોય,  ન કોઈ બીજા કપડા હોય, ન ખાવાપીવાની કોઈ જ સામગ્રી હોય તો આવી સ્થિતિમાં કેવી રીતે જીવવુ. પરંતુ બનાસકાંઠાના સૂઈગામના ભરડવા ગામના લોકોએ આવી ભયાનક વિકટ સ્થિતિમાં બે દિવસ વિતાવ્યા.

બનાસકાંઠામાં મેઘરાજાએ જે તાંડવ સર્જ્યુ છે તે 2015 અને 2017 કરતા પણ વધુ ભયાનક છે. લોકો પાસે કંઈ જ બચ્યુ નથી. એકસાથે 19-20 ઈંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરોમાં પણ વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ જતા લોકો મકાનોની છત પર રાતવાસો કરવા માટે મજબુર બન્યા હતા. એકતરફ વરસાદ, સુસવાટા બોલાવતો પવન, ન પહેરવા, ઓઢવા કે પાથરવા માટેનું કંઈ કપડા અને લોકો પહેરેલ કપડે ધ્રુજતા ધ્રુજતા સતત બે દિવસ સુધી આ જ પ્રકારે મકાનોની છત પર આશરો લઈ રહ્યા હતા. ન વીજળી, ન ખાવા માટેની ચીજવસ્તુઓ, ન પીવા માટે પાણી કે મોબાઈલના નેટવર્ક પણ ન હોવાથી લોકો અત્યંત દયનીય સ્થિતિમાં મુકાયા હતા.

સદ્દનસીબે બાજુના ગામના લોકો આ ગામની મદદે આવ્યા અને તેમના માટે ખાવાપીવાની ચીજો અને પાણીની બોટલો પહોંચાડી હતી. જો કે ત્રણ દિવસ વિતવા છતા ન તો ગામમાં વીજળી પૂર્વવત થઈ છે ના તો કોઈ સરકારી મદદ પહોંચી છે. ગામલોકો પાણી વચ્ચે મકાનોની છત પર આશરો લઈ રહ્યા છે. ગામલોકોની ઘરવખરીની સાથે અનાજ, ખેતીની ઉપજો બધુ જ પલળી ગયુ છે. ખોરાક, પાણી, કપડા વિના અત્યંત કફોડી સ્થિતિમાં ગામલોકોએ બે દિવસ વિતાવ્યા છે. ત્યારે આ tv9 એ ગામના લોકોની વેદના જાણી હતી.

tv9 સમક્ષ ગામની મહિલાઓએ જણાવ્યુ કે તેમને લાગતુ હતુ કે હવે આમાંથી નહીં બચી શકીએ. ન માત્ર ગામલોકો પરંતુ લોકોના માલઢોર પણ તણાઈને મૃત્યુ પામ્યા છે. હાલ સેવાભાવી લોકોની રાહત સામગ્રીના આધારે આ ગામલોકો સમય પસાર કરી રહ્યા છે. ધીમે ધીમે ગામમાંથી પાણી ઓસરવાનું શરૂ થયુ છે. જો કે હજુ પણ ગામમાંથી ટ્રેક્ટર સિવાય અવરજવર કરવી શક્ય નથી. લોકો એક જ માગ કરી રહ્યા છે કે તેમને સત્વરે સરકાર દ્વારા મદદ પહોંચાડવામાં આવે. ગામલોકો જણાવે છે આવુ પૂર ક્યારેય જોયુ નથી, 2017માં આવેલા પૂર કરતા પણ આ વખતે વધુ વિનાશક પૂર આવ્યુ છે, જેમા ગામલોકો સીધા રસ્તા પર આવી ગયા છે. તેમની પાસે કંઈ જ બચ્યુ નથી. આ સ્થિતિમાંથી બહાર આવતા હજુ 15 દિવસનો સમય લાગી જશે. ત્યારે તેમના માટે રહેવા ખાવાપીવાની કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગ ગામલોકો કરી રહ્યા છે.

Input Credit- Sachin Patil- Banaskatha

બનાસકાંઠામાં વરસાદ રહ્યાના 72 કલાક બાદ સરકારે મોકલી રાહત સામગ્રી, પૂરની સ્થિતિ અંગે શરૂ થઈ આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">