AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠામાં વરસાદ રહ્યાના 72 કલાક બાદ સરકારે મોકલી રાહત સામગ્રી, પૂરની સ્થિતિ અંગે શરૂ થઈ આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ

બનાસકાંઠામાં 6 અને સાત સપ્ટેમ્બર દરમિયાન એકીસામટા ખાબકેલા 20 ઈંચ વરસાદમાં સમગ્ર જિલ્લો પ્રચંડ પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યો છે. લોકોના ઘરો, માલ સામાન, દુકાનો, ઘરવખરી સહિતનું બધુ જ તણાઈ ગયુ છે અને પારાવાર દયનિય સ્થિતિમાં લોકો મુકાયા છે ત્યારે પૂરની સ્થિતિના 72 કલાક બાદ સરકારને રાહત સામગ્રી પહોંચાડવાનું યાદ આવ્યુ છે અને અસરગ્રસ્તો માટે રાહતસામગ્રી ભરેલો ટ્રક રવાના કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2025 | 4:10 PM
Share

બનાસકાંઠામાં 4 દિવસ પહેલા 6 ,7 સપ્ટેમ્બરે ખાબકેલા 20 ઈંચ વરસાદમાં આખા જિલ્લામાં સર્વત્ર પૂરની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરો, માલ ઢોર, ઘરવખરી સહિતની તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરમાં તણાઈ ગઈ છે. માથે આભ અને નીચે પાણી એવી કફોડી સ્થિતિમાં લોકો મુકાયા છે. છેલ્લા ચાર દિવસથી લોકો પૂરના પાણી વચ્ચે ખાધાપીધા વિના ટળવળી રહ્યા છે. પૂરના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને તમામ માલસામાન પલળી ગયો છે . અનાજમાં પણ પાણી ભરાઈ જતા તે સડી ગયુ છે. લોકોને બે દિવસ સુધી પીવાનું પાણી પણ મળ્યુ નથી. ચોતરફ ભરાયેલા પૂરના પાણી વચ્ચે લોકો ઘરની છતો પર આશરો લેવા માટે મજબુર બન્યા છે. ચારે બાજુ પાણી ભરાયેલી સ્થિતિ લોકો જીવ બચાવવા માટે રીતસરના હવાતિયા મારતા નજરે પડ્યા છે.

ભયાનક પૂર વચ્ચે 72 કલાક સુધી ભૂખ્યા તરસ્યા સંઘર્ષ કરતા રહ્યા અસરગ્રસ્તો

આવી કફોડી, ભયાવહ સ્થિતિમાં SDRFના જવાનો દેવદૂત બનીને આવ્યા અને કેટલાક લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ હતુ. જો કે હજુ અનેક લોકો પૂરના પાણી વચ્ચે જિલ્લા સરહદી ગામોમાં ફસાયેલા છે. તેમના સુધી હજુ કોઈ મદદ પહોંચી નથી. વરસાદ રહી ગયાના 72 કલાક બાદ સરકારને આ અસરગ્રસ્તોની યાદ આવી છે અને તેમના માટે પાલનપુલ કલેક્ટર કચેરીએથી રાહત સામગ્રી ભરેલો ટ્રક રવાના કરવામાં આવ્યો છે. અત્યાર સુધી નાના-નાનૈા ભૂલકાઓ સહિતના તમામ લોકો ભૂખ્યા-તરસ્યા કોઈપણ રીતે ગુજારો કરી રહ્યા હતા. ત્રણ-ત્રણ દિવસ સુધી તેમના સુધી કોઈ જ મદદ પહોંચી શકી નથી. આજે આ લોકોને અનાજ, તેલ ફુડ પેકેટ સહિતની સામગ્રી મોકલવામાં આવી છે. અસરગ્રસ્ત ગામોમાં રાહત કિટનું વિતરણ કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યુ મુજબ જ્યા પરિસ્થિતિ ખરાબ હતી ત્યા રાહત સામગ્રી પહોંચાડવામાં આવશે. રસ્તાઓ ઝડપથી સરખા થાય તે માટેના પ્રયાસો ચાલુ છે. અસરગ્રસ્ત ગામોમાં જ આરોગ્યના કેમ્પ ઉભા કરવામાં આવી રહ્યા છે.

જો કે પૂરની આ સ્થિતિ વચ્ચે પણ શાસક વિપક્ષે તેમની રાજનીતિ કરવાનું નથી ચૂક્યા. રાજ્ય સરકારના મંત્રી જગદિશ વિશ્વકર્માએ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યુ હાલ બનાસકાંઠાના લોકો મુશ્કેલીમાં છે ત્યારે કોંગ્રેસના સાંસદ જુનાગઢ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં વ્યસ્ત છે. આ આફતના સમયે પણ તેઓ બનાસકાંઠામાં હાજર નથી

પૂરની સ્થિતિ અંગે શરૂ થઈ રાજનીતિ

આ તરફ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પૂરની સ્થિતિ માટે સરકારને જવાબદાર ઠેરવતા કહ્યુ કે 30 વર્ષના શાસનમાં સરકારે કોઈ એવા જળાશયો નથી બનાવ્યા કે તેમા પાણીનું સ્ટોરેજ થઈ શકે. કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત અનેક મોટા જળાશયો દાંતીવાડા, કડાણા સહિતના ડેમ બનાવ્યા છે. તેમણે સરકાર પર આક્ષેપ કર્યો કે ના તો વીજપૂરવઠો યંત્રવત કરવામાં આવ્યો છે, ત્રણ દિવસમાં સરકારના કોઈ જ મંત્રીએ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને લોકોની સ્થિતિ જાણવાનો પ્રયાસ નથી કર્યો. લોકોની વચ્ચે જઈને તેમની સ્થિતિ જોવી પડે. Input Credit- Kinjal Mishra, Sachin Patil, Mohit Bhatt

અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હવે નેપાળ.. ચાર વર્ષમાં ભારતના 4 પડોશી દેશમાં તખ્તાપલટ પાછળ અમેરિકાની કેટલી દખલ?

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">