Ahmedabad : ચોમાસા દરમિયાન રસ્તાઓની હાલત ખરાબ, વાહનચાલકોને ભારે હાલાકી, જુઓ Video
અમદાવાદમાં વરસાદના કારણે રસ્તાઓ ધોવાઇ ગયા છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. ખાડામાં પાણી ભરાઇ ગયા છે. સ્થિતિ એવી છે કે, વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. આ દ્રશ્યો જોઇને ચોક્કસ લાગશે કે, અહીં રસ્તા વચ્ચે ખાડા છે કે, પછી ખાડા વચ્ચે રસ્તો?
અમદાવાદમાં ચોમાસાની વચ્ચે રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ છે. તેમાં પણ કેટલાક વિસ્તારમાં તો જાણે પૃથ્વી નહીં પરંતુ ચંદ્ર પર આવી ગયા હોય તેવા દ્રશ્યો દેખાઇ રહ્યા છે. વાત છે ઓઢવ ફાયર સ્ટેશન પાસે આવેલા રસ્તાની. અહીં વરસાદના કારણે રસ્તો ધોવાઇ ગયો છે. રસ્તા પર ખાડા પડી ગયા છે. ખાડામાં પાણી ભરાઇ ગયા છે. સ્થિતિ એવી છે કે, વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
આ પણ વાંચો : સુરતના પલસાણામાં બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ, કડોદરા સહિતના વિસ્તારમાં જામ્યો માહોલ, જુઓ Video
અમદાવાદના આ દ્રશ્યો જોઇને ચોક્કસ લાગશે કે, અહીં રસ્તા વચ્ચે ખાડા છે કે, પછી ખાડા વચ્ચે રસ્તો? અહીં સમસ્યા એવી છે કે, ખાડામાં પાણી ભરાઇ જવાના કારણે વાહનચોલકોને ખાડા પણ નથી દેખાતા. એટલે ઘણીવાર અકસ્માત પણ સર્જાતા હોય છે. સ્થાનિકોનો દાવો છે કે, આ પહેલીવાર નથી. દર ચોમાસામાં આવી સ્થિતિ સર્જાતી હોય છે. પછી માત્ર નામ માત્ર રસ્તો તૈયાર કરી દેવામાં આવતો હોય છે અને પછી રસ્તો પાછો તૂટી જતો હોય છે.
