અમદાવાદમાં સિઝનના પ્રથમ વરસાદે જ ભૂવાએ ફટકારી છે અડધી સદી,શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે, અને હવે વારો છે શહેરના મેમનગરનો,મેમનગર ફાયર સ્ટેશન મુખ્ય માર્ગ પર પડ્યો છે મસમોટો ભૂવો...મેમનગરના ભૂવા સાથે શહેરમાં ભૂવાની સંખ્યા 50ને પાર પહોંચી છે...ભૂવો પડ્યાની જાણકારી મળતા કોર્પોરેશન એક્શનમાં આવ્યું અને ભૂવાને કોર્ડન કરીને સંતોષ માન્યો...હવે આ ભૂવો દિવસો સુધી કોર્ડન રહેશે, અને વાહનચાલકોની મુશ્કેલી વધારશે...ત્યારે શહેરીજનોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ભૂવા પડવાનો સિલસિલો ક્યારે અટકશે..