Vadodara Rain : વિશ્વામિત્રી નદીનું સંકટ યથાવત ! અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી, જીવન જરૂરી વસ્તુ ખુટતા લોકોમાં ચિંતા, જુઓ Video

વડોદરામાં પણ મુશળધાર વરસાદના પગલે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવરમાંથી ગઈકાલે પાણી છોડવામાં આવ્યુ હતું. આજે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2024 | 10:16 AM

ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વડોદરામાં પણ મુશળધાર વરસાદના પગલે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવરમાંથી ગઈકાલે પાણી છોડવામાં આવ્યુ હતું. આજે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે. આવક બંધ થઈ હોવા છતાં વિશ્વામિત્રી નદીનું જળ સ્તર વધતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

મોટનાથ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા

વડોદરાના વડસર, કલાલી, મુજ મહુડા, સયાજીગંજમાં પાણી ભરાયેલા છે. વેમાલી, હરણીમાં પણ પાણીનો ભરાવો થયો છે. NDRF, SDRFની વધુ ટીમોની જરૂરિયાત ઉભી થઈ હોવા તેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી ઓસરતા હજૂ પણ સમય લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હરણી મોટનાથ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે.

અનેક વિસ્તારોમાં બે દિવસથી વિજપુરવઠો ખોરવાયો

ભારે વરસાદના પગલે વડોદરાના અનેક વિસ્તારોમાં બે દિવસથી વિજપુરવઠો ખોરવાયો છે. પીવાના પાણી વિના અનેક વિસ્તારોમાં લોકો ટળવળતા જોવા મળ્યા છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખૂટી રહી હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સલામત વિસ્તારોમાં રહેતા સાગા સંબંધીઓ પહોંચી રહ્યા છે. પરંતુ પાણી ભરાયેલા હોવાના કારણે મદદ માટે જઈ શકતા નથી. તંત્ર મદદે આવી તેવી લોકો પુકાર કરી રહ્યાં છે.

Follow Us:
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">