Rajkot : વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર, 3 હજાર ચો.મીટર જમીન ખુલ્લી કરાઈ, જુઓ Video

રાજકોટના કાલાવડ રોડને બાનમાં લેનાર સાધુના આશ્રમ પર બુલડોઝર ફરી વળ્યુ છે. થોડાક દિવસ પહેલા કાલાવડને બાનમાં લઈને ટ્રાફિક જામ કર્યો હતો. કાલાવડના વાગુદડ ખાતે સાધુના આશ્રમને તોડી પાડવામાં આવ્યો છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 17, 2024 | 3:13 PM

રાજકોટના કાલાવડ રોડને બાનમાં લેનાર સાધુના આશ્રમ પર બુલડોઝર ફરી વળ્યુ છે. થોડાક દિવસ પહેલા કાલાવડને બાનમાં લઈને ટ્રાફિક જામ કર્યો હતો. કાલાવડના વાગુદડ ખાતે સાધુના આશ્રમને તોડી પાડવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો યોગી ધર્મનાથે થોડા દિવસ અગાઉ GST કમિશનરની કારમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ કે યોગી ધર્મનાથે 3 હજાર ચો.મીટર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતુ.

વહિવટી વિભાગે સાધુને 2 વખત આપી નોટિસ

આ ઉપરાંત આશ્રમમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા છે. તેમજ ગામના સરપંચ સહિતના લોકોએ આશ્રમ ગેરકાયદેસર હોવાનું જણાવ્યુ હતુ. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા જ જિલ્લા વહિવટી વિભાગ દ્વારા સાધુને 2 વખત નોટિસ આપી હતી. જેની કાર્યવાહીના હેઠળ આજે યોગી ધર્મનાથનો આશ્રમ તોડીને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે.

આ ઉપરાંત સ્થાનિકોના જણાવ્યા અનુસાર પહેલા સાધુએ મંદિર બનાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ૩ હજાર ચો.મીટર સરકારી જમીન પચાવી પાડી તેના પર બાંધકામ કર્યું હતુ. જેની જાણ થતા જિલ્લા વહિવટી વિભાગના અધિકારીઓ દ્વારા નોટિસ આપીને આશ્રમને તોડી પાડવામાં આવ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">