Gujarati video : બનાસકાંઠામાં વાવાઝોડા અને વરસાદથી નુકસાન મામલે સર્વે શરુ, મોત મામલે સહાય ચૂકવાશે

પાલનપુરના લક્ષ્મીપુરામાં થયેલા યુવકના મોતની સહાય ચૂકવવામાં આવશે. પશુઓના મોતને લઈને પણ સહાય ચૂકવાશે. ગ્રામ પંચાયતો દ્વારા ગામડાઓમાં પશુઓના મોત અને મકાન પડી જવા મામલે પણ સર્વે કરાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 10:12 AM

રવિવારે આવેલા વાવાઝોડા અને વરસાદથી (Rain) બનાસકાંઠામાં (Banaskantha) ભારે નુકસાન થયુ છે. જેના પગલે તંત્ર દ્વારા પશુ મોત અને માનવ મોતના સર્વેની (Survey) કામગીરી કરાઈ રહી છે. પાલનપુરના લક્ષ્મીપુરામાં થયેલા યુવકના મોતની સહાય ચૂકવવામાં આવશે. પશુઓના મોતને લઈને પણ સહાય ચૂકવાશે. ગ્રામ પંચાયતો દ્વારા ગામડાઓમાં પશુઓના મોત અને મકાન પડી જવા મામલે પણ સર્વે કરાશે. ગામડાઓમાં વાવાઝોડાથી નુકસાનને લઈને ગ્રામ પંચાયતો સર્વે કરી અને તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ સોંપશે. વાવાઝોડા અને કમોસમી વરસાદમાં અનેક મકાનો ધરાશાયી થયા છે અને ખેડૂતોને નુકસાન થયું છે તથા પશુઓના મોત થયા છે.

આ પણ વાંચો-Gujarati Video : ભાવનગરમાં ભગવાન જગન્નાથની 38મી રથયાત્રાની તડામાર તૈયારીઓ

આજે પણ બનાસકાંઠાના વાવ પંથકમાં ફરીથી વરસાદ વરસ્યો છે. કુંડાળીયા, રાધા નેસડા, માવસરી સહિતનાં ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સરહદી વિસ્તારમાં બીજા દિવસે કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ભારે પવન સાથે વરસાદ પડતાં બાજરીના પાકને નુક્સાન થવાની શક્યતા છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">