Ambaji : ભાદરવી પૂનમે વાહન લઈને આવતા માઈભક્તો માટે તંત્રનું ખાસ આયોજન, મોબાઈલ એપ દ્વારા મળશે નિઃશુલ્ક પાર્કિંગ, જુઓ Video
1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાવાનો છે.ત્યારે રસ્તા પર ટ્રાફિક ન સર્જાય અને ભક્તોને પણ સરળતાથી પાર્કિંગ મળી રહે તે માટે વહીવટી તંત્ર અને મંદિર પ્રશાસનના સહિયારા પ્રયાસથી મેળામાં 35 જેટલી જગ્યા પર ઓનલાઈન અને નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાદરવી પૂનમની લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંબાજીમાં 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાવાનો છે.ત્યારે રસ્તા પર ટ્રાફિક ન સર્જાય અને ભક્તોને પણ સરળતાથી પાર્કિંગ મળી રહે તે માટે વહીવટી તંત્ર અને મંદિર પ્રશાસનના સહિયારા પ્રયાસથી મેળામાં 35 જેટલી જગ્યા પર ઓનલાઈન અને નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પાર્કિંગ મેળવવા વાહનચાલકને પોતાના મોબાઈલમાં ગુગલ પ્લે સ્ટોરમાંથી શો માય પાર્કિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.ત્યારબાદ પાંચ સ્ટેપમાં પોતાના વાહન નિઃશુલ્ક પાર્કિંગ માટે બુક કરી શકશે.
મોબાઈલ એપ દ્વારા મળશે નિઃશુલ્ક પાર્કિંગ
ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તો દર્શન અર્થે આવતા હોય છે. ત્યારે હવે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ ભક્તોની સેવા માટે આગળ આવી છે. લાખો પદયાત્રિકો પગપાળા યાત્રા કરીને જતા હોય છે. ત્યારે પદયાત્રિકોની સુવિધા માટે પાલનપુર-અંબાજી હાઈવે, દાંતા- મહેસાણા હાઈવે તથા ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે પર અનેક સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પી.એન માળી ફાઉન્ડેશન પણ છેલ્લા 8 વર્ષોથી ભક્તોની સેવા માટે કેમ્પનું આયોજન કરે છે.આ સેવા કેમ્પમાં યાત્રિકો માટે રહેવા-જમવાની સુવિધા, તબીબી સારવાર તથા આરામ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત વરસાદી સિઝનને ધ્યાને રાખીને વોટરપ્રુફ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
