Patan : લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલાનો પ્રયાસ,કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરતા સમયે બની ઘટના

લોકગાયિકા કાજલ મહેરિયા(Kajal Maheriya) દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ હુમલો જૂની અદાવતને ધ્યાનમાં લઈને દિગડી ગામના રામુ રબારીએ અન્ય 4 શખ્સો સાથે મળીને કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 10:12 AM

લોકગાયિકા કાજલ મહેરિયા (Kajal Maheriya) પર હૂમલાનો પ્રયાસ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.અજાણ્યા ઇસમોએ કાજલ મહેરિયાની સોનાની ચેન લૂંટ ચલાવી.સિઘ્ઘપુર ચાર રસ્તા નજીક કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરતા સમયે આ ઘટના બની છે.કાજલ મહેરિયાને આ ઘટનામાં સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર પાટણના(Patan)  ધારપુર ખાતે લોકગાયિકા કાજલ મહેરિયાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે લોકગાયિકા કાજલ મહેરિયા ઉપર લુંટના ઈરાદે હુમલો કરવામાં આવ્યો છે.

જૂની અદાવતમાં હુમલો થયો હોવાનો આક્ષેપ

જો કે કાજલ મહેરિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ હુમલો જૂની અદાવતને ધ્યાનમાં લઈને દિગડી ગામના રામુ રબારીએ અન્ય 4 શખ્સો સાથે મળીને કર્યો છે. તમને જણાવી દઈએ કે, કાજલ મહેરિયા પર કરવામાં આવેલા હુમલામાં કાર્યક્રમના આયોજકોને પણ સામાન્ય ઈજા પહોંચી છે. આ હુમલા બાદ કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ મથક ખાતે હુમલાખોર રામુ રબારી સહિત અન્ય 4 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">