Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના બની, ભક્તોમાં ભારે રોષ, જુઓ Video
ગણપતિ ઉત્સવમાં ભક્તોની લાગણી દુભાવવાનો પ્રયાસ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ સુરતમાં ગણેશ મહોત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બની છે. ત્યાં બીજી તરફ વડોદરામાં પણ અલગ અલગ વિસ્તારમાં ગણેશ મૂર્તિ ખંડિત કરવામાં આવી હોવાની ઘટના બની છે. જેને લઇને ભક્તોમાં રોષ ફેલાયો છે.

સમગ્ર દેશ અને રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે, ત્યારે વડોદરામાં અસામાજીક તત્વોએ ગણેશ ભક્તોની લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો છે. રાજમહેલ રોડ અને દાંડિયા બજાર વિસ્તારમાં 3 ગણેશ મંડળની મૂર્તિઓને તોડી ખંડિત કરવામાં આવી છે. રણછોડ યુવક મંડળ, પ્રગતિ યુવક મંડળ અને ખાડિયા પોળ યુવક મંડલની મૂર્તિને ખંડિત કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
આ મંડળોમાં રાત્રી દરમિયાન અજાણ્યો શખ્સો ઘૂસી કારસ્તાન કર્યું છે. રાત્રે મંડપમાં ઘૂસેલો અજાણ્યો શખ્સ CCTV કેમેરામાં કેદ થયો છે. ગણેશ મંડળમાંથી સામાનની પણ ચોરી થઈ છે. ગણેશ મંડળના લોકોએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.