Breaking News : ATSએ પકડેલા આતંકીઓની તપાસમાં ખુલાસા, કાશ્મીરથી લઈ પાકિસ્તાન સુધીના નામથી વિવિધ ID બનાવાયા
ગુજરાતમાંથી ઝડપાયેલા 4 આતંકવાદીને લઈને સૌથી મોટો ખૂલાસો થયો છે. ATSની તપાસમાં દિવસે દિવસે મોટા ખુલાસાઓ થઈ રહ્યાં છે. શરિયત યા શહાદત એકાઉન્ટમાં વીડિયો અપલોડ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.
ગુજરાતમાંથી ઝડપાયેલા 4 આતંકવાદીને લઈને સૌથી મોટો ખૂલાસો થયો છે. ATSની તપાસમાં દિવસે દિવસે મોટા ખુલાસાઓ થઈ રહ્યાં છે. શરિયત યા શહાદત એકાઉન્ટમાં વીડિયો અપલોડ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. વીડિયોમાં જેહાદને લઈ અનેક ઈન્સ્ટા એકાઉન્ટની વિગતો આપવામાં આવી છે.
જેહાદના એકાઉન્ટમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવતી હતી. મળતી માહિતી અનુસાર ઈન્સ્ટામાં કાશ્મીરથી લઈ પાકિસ્તાન સુધીના નામથી વિવિધ આઈડી બનાવાયા હતા. દરેક આઈડીની અને આઈડી બનાવનારની ATS તપાસ કરશે. તપાસમાં સામે આવ્યું છે કે જેહાદના એકાઉન્ટમાં લોકોને જોડાવા અપીલ કરવામાં આવી હતી. એકાઉન્ટ ધારકોને પણ લોકોનો સંપર્ક કરવા અપીલ કરાતી હતી.
દેશ વિરોધી ગતિવિધિને જેહાદ અને અને વિરોધ કરનારને કાફિર ગણાવે છે આતંકીઓ
ATSએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દેશ વિરોધી ઝેર ઓકતી પોસ્ટ જપ્ત કરી છે. જેમાં તેઓ જેહેાદને ફર્ઝ ગણાવે છે. એટલું જ નહી જેહાદનો વિરોધ કરનારને કાફિર કહ્યાં છે. તેઓ ગજવા એ હિંદને સમર્થન આપતી પોસ્ટ પણ કરી હતી. હાલ એટીએસ આ ચારેય શખ્સોની પૂછપરછ તેની સાથે અન્ય કોણ કોણ જોડાયેલુ છે. અને શું હતા તેમના નાપાક ઇરાદા, તેની તપાસ કરી રહી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
