Narmada : SOU સામે ગેરકાયદેસર રીતે બનેલી 34 દુકાન તોડી પડાઈ, પોલીસે 10 લોકોની કરી અટકાયત, જુઓ Video
ગુજરાતના નર્મદામાં SOU સામે આવેલી ગેરકાયદે દુકાનો દૂર કરવાનો મામલો સામે આવ્યો છે. નર્મદા વાગડીયા ચેક પોસ્ટ ખાતે ગ્રામજનોએ હોબાળો કર્યો છે. ગ્રામજનોએ વાહન વ્યવહાર રોકવાનો પ્રયાસ પણ કર્યો છે. હોબાળો કરનારા ગ્રામજનોની પોલીસે અટકાયત કરી છે.
ગુજરાતના નર્મદામાં SOU સામે આવેલી ગેરકાયદે દુકાનો દૂર કરવાનો મામલો સામે આવ્યો છે. નર્મદા વાગડીયા ચેક પોસ્ટ ખાતે ગ્રામજનોએ હોબાળો કર્યો છે. ગ્રામજનોએ વાહન વ્યવહાર રોકવાનો પ્રયાસ પણ કર્યો છે. હોબાળો કરનારા ગ્રામજનોની પોલીસે અટકાયત કરી છે. 8થી 10 લોકોની અટકાયત કરી નર્મદા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
SOU સામે નર્મદા નિગમની જગ્યામાં વર્ષોથી આ દકાનો ધમધમતી હતી. જ્યાં આવેલા 34 નાની-મોટી ગેરકાયદે દુકાનો પર બુલડોઝરની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીની સામે વર્ષોથી ધમધમી રહેલી ગેરકાયદે દુકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. આજે વહેલી સવારે જ 5 થી 6 જેસીબી સાથે ટીમે દબાણો દૂર કરવા પહોંચી ગઈ હતી. જો કે દુકાનદારોને તેમનો સામાન હટાવવા માટે સમય અપાયો હતો. ત્યારબાદ જ ગેરકાયદે ચાલતી દુકાનો તોડી પાડવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો