સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના એક પછી એક વિવાદીત નિવેદન, રાજકોટ અને ખેડામાં સંત સમાજ અને બ્રહ્મ સમાજમાં ફેલાયો રોષ

સોખડા હરિધામમાંથી અલગ થયેલા પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગરે ભગવાન શિવનું અપમાન કર્યુ તેના પડઘા હજુ શાંત થયા નથી, ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના (Swaminarayan) એક સ્વામીનો વાણીવિલાસ કરતો વીડિયો વાયરલ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 5:10 PM

સોખડા હરિધામમાંથી અલગ થયેલા પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગરે ભગવાન શિવનું અપમાન કર્યુ તેના પડઘા હજુ શાંત થયા નથી, ત્યાં વધુ એક વિવાદ (controversy) સામે આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના (Swaminarayan) એક સ્વામીનો વાણીવિલાસ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો રાજકોટના (Rajkot) જૂના સ્વામિનારાયણ મંદિરનો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં ભાષણ કરતા સ્વામી બ્રહ્માજી પર અત્યંત વિવાદિત વેણ ઉચ્ચારતા સાંભળવા મળે છે. સ્વામીનું આ ભાષણ ક્યારનું છે તે હજુ જાણવા નથી મળ્યું. તો વારંવાર સામે આવી રહેતા વિવાદિત નિવેદનોને લઇને રાજકોટ અને ખેડા (Kheda) જિલ્લામાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કરેલા બેફામ નિવેદનો સામે રોષ

યાત્રાધામ ડાકોરના સંત સમાજ અને હિંદુ સંસ્થાના આગેવાનોમાં ભગવાન શિવ અંગેની ટિપ્પણીને લઈ રોષ જોવા મળ્યો. ડાકોરના સંતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરાતા બેફામ નિવેદનો બંધ કરવાની માગ કરવામાં આવી છે. ડાકોરના પ્રસિદ્ધ સત્યનારાયણ મંદિરના સંત જયરામદાસ મહારાજે કહ્યું કે, દેવાધિદેવ મહાદેવનું અપમાન કરનારા સંતો સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરી રહ્યાં છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતોએ આવા બફાટ કરનારા સંતોને હટાવીને દાખલો બેસાડવો જોઈએ.

રાજકોટ પોલીસ કમિશનરે સ્વામી સામે ગુનો નોંધવા આદેશ આપ્યા

તો બીજી તરફ ભગવાન શિવ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા આનંદ સાગર સ્વામીની મુશ્કેલી વધી શકે તેમ છે. સુત્રોની માહિતી અનુસાર રાજકોટ પોલીસ કમિશનરે સ્વામી સામે ગુનો નોંધવા આદેશ આપ્યા છે. રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આનંદ સાગર સ્વામી સામે ગુનો નોંધાય તેવી શક્યતા છે. આનંદ સાગર સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજમાં આક્રોશ હતો. જેથી સ્વામી સામે ફરિયાદ ન નોંધાતા બ્રહ્મસમાજના આગેવાનોએ CPને રજૂઆત કરી હતી. ત્યારે હવે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આનંદ સાગર સ્વામી સામે ગુનો નોંધાઈ તેવી શક્યતા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">