બનાસકાંઠાના કાંકરેજના તાલુકા મથકે તબીબ સામે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. શિહોરી સામુહિક કેન્દ્રના તબીબો યોગ્ય જવાબ ન આપતા લોકોએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે, ત્યારે તબીબની બદલીની માગ સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને વિરોધ નોંધાવ્યો. મહત્વનું છે કે આ પહેલા સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા હાલ લોકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.
તો આ તરફ કોડીનાર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબો નો અભાવ હોય દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે. કોડીનાર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ માત્ર એક જ તબીબ હોય દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમજ અહીંયા એક જ તબીબ હોય એ પણ કોર્ટના કામે ગયા હોવાનું કર્મીઓએ જણાવ્યું હતું.સામાન્ય શરદી,ઉધરસ અને તાવમાં પણ બે થી ત્રણ કલાકે વારો આવે છે, ત્યારે હાલ તબીબના અભાવે લોકોને સહન કરવાનો વારો આવ્યો છે.