અમરેલી: ખાંભામાં વરસાદી મૌસમની મજા માણવા નીકળ્યો સિંહ પરિવાર – જુઓ Video
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા વનરાજી ખીલી ઉઠી છે. વરસાદ પડ્યા બાદ આહ્લાદક વાતાવરણની મજા માણવી સહુ કોઈને ગમે છે. ત્યારે સિંહ પરિવાર પણ પ્રકૃતિનો આનંદ લેવા માટે લટાર મારવા નીકળી પડ્યો છે. જુઓ સિંહ પરિવારની લટારના દુર્લભ દૃશ્યો.
વરસાદ પડ્યા બાદ પ્રકૃતિનો આહ્લાદક નજારો સહુ કોઈને બહાર ખેંચી લાવે છે. ખુશનુમા વાતાવરણમાં ફરવુ કોને ન ગમે ! ત્યારે સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ખાંભા રેન્જમાં સિંહ પરિવારની લટાર કોઈ વન્યપ્રેમીએ તેના કેમેરામાં કેદ કરી લીધી છે. વરસાદ પડ્યા બાદ સિંહ પરિવાર મૌસમની મજા માણવા લટાર મારવા નીકળી પડ્યો છે. બે સિંહણ અને તેના ત્રણ બચ્ચા રોડ પરથી પસાર થતા જોઈ શકાય છે. કોઈ સિંહ પ્રેમીએ આ દુર્લભ દૃશ્યો તેના કેમેરામાં કેદ કર્યા છે.
સિંહ પરિવાર રોડ ક્રોસ કરી ફરી વનરાઈઓમાં જતો જોઈ શકાય છે. અમરેલી જિલ્લામાંથી અવારનવાર સિંહ પરિવારની આ પ્રકારના આંટાફેરાના દૃશ્યો સામે આવતા રહે છે. હાલ વરસાદી સિઝનમાં જંગલની અંદર ભારે બફારો થતા સિંહો અવારનવાર આ રીતે બહાર ઠંડકની અનુભૂતિ કરવા આવી ચડે છે. આ અગાઉ પણ ડેમ વિસ્તારમાં સિંહના આંટાફેરાના દૃશ્યો સામે આવ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
