અમદાવાદમાં ખાડારાજ યથાવત ! વટવા SP રિંગ રોડની સ્થિતિ ખરાબ થતા વાહન ચાલકોને હાલાકી, જુઓ Video
ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે છતા અનેક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદના વટવા SP રિંગ રોડની ખરાબ સ્થિતિ સામે આવી છે. રસ્તા પરનો ડામર નીકળ્યો છે.
ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે છતા અનેક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદના વટવા SP રિંગ રોડની ખરાબ સ્થિતિ સામે આવી છે. રસ્તા પરનો ડામર નીકળ્યો છે. તેમજ ઠેર-ઠેર ખાડા પણ જોવા મળ્યા છે. રસ્તા અને બ્રિજ પર ખાડા પડી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વરસાદ બાદ ફરી રસ્તા પર ખાડા પડી ગયા છે. ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય જોવા મળ્યો છે.
અમદાવાદમાં ખાડારાજ યથાવત !
મહત્વનું છે કે વટવા SP રિંગ રોડ પરથી દિવસમાં હજારો વાહનો પસાર થાય છે. નાના-મોટા તમામ વાહનોનો ધસારો રહે છે. તેવામાં રસ્તો બિસ્માર બનતા અને ઠેર-ઠેર ખાડા પડી જતા અકસ્માતનો ભય સર્જાયો છે. નાના વાહન ચાલકોમાં વધારે ભય છે. આ સિવાય, વાહનોમાં પણ નુકસાન થાય છે. આ રસ્તા પર અગાઉ પણ અનેક અકસ્માત સર્જાઇ ચૂક્યા છે. લોકોનું કહેવું છે કે રસ્તાનું સમારકામ તો થાય છે. પરંતુ, યોગ્ય રીતે નથી થતું જેના કારણે વારંવાર આ જ સ્થિતિ સર્જાય છે. ત્યારે, લોકો રાહ જોઇ રહ્યા છે. વટવા SP રિંગ રોડની કામગીરી ક્યારે યોગ્ય રીતે થશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
