Dang Rain : વરસાદના 3 દિવસના વિરામ બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ગીરાધોધનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપમાં, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાના આહવા, સુબિર અને વઘઇ તાલુકામાં જામ્યો વરસાદી માહોલ જોવા મળ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાના આહવા, સુબિર અને વઘઇ તાલુકામાં જામ્યો વરસાદી માહોલ જોવા મળ્યો છે. ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાપુતારામાં વરસાદના કારણે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચીખલદા, સુસરદા, આંબાપાડા લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ગીરાધોધ પણ રૌદ્ર સ્વરુપમાં જોવા મળ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. પારડીમાં 4.5 ઈંચ વરસાદ અને ધરમપુરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉમરગામમાં 3.9 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ 9 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
Latest Videos
Latest News