ચોમાસાના પ્રારંભે જ અમદાવાદની પ્રિમોસુન કામગીરીની ખૂલી પોલ, ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- Video
અમદાવાદમાં ચોમાસાના પહેલા વરસાદે જ અમદાવાદમાં પ્રિ-મોન્સુન કામગીરીના દાવા ખોટા સાબિત કર્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, ખાડા પડ્યા અને આ ખાડામાં વાહનો ફસાયા છે.
અમદાવાદમાં ચોમાસાના પહેલા વરસાદે જ અમદાવાદમાં પ્રિ-મોન્સુન કામગીરીના દાવા ખોટા સાબિત કર્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, ખાડા પડ્યા અને આ ખાડામાં વાહનો ફસાયા, કેટલીક જગ્યાએ બાળકો પણ ખાબક્યા છે. નિકોલ, વસ્ત્રાલ અને ઇસનપુર જેવા વિસ્તારોમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ ઘટનાઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.
ચોમાસાના પ્રારંભમાં જ વરસેલા પહેલા વરસાદે અમદાવાદની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરમાં મંગળવારે રાત્રે વરસેલા સવા ઈંચ વરસાદમાં તો ઠેકઠેકાણે પાણી ભરાવાની, ભૂવા પડવાની અને ખાડાની સમસ્યા સામે આવી છે. ક્યાંક ખોદકામ કરેલા રસ્તાઓ, તો ક્યાંક રસ્તા પરના ખાડાએ લોકોની હાલત બગાડી નાખી છે.
શહેરના નિકોલ વિસ્તારમાં પાલિકાએ ખોદેલા ખાડાના કારણે લોકો કાદવ-કીચડનો ભોગ બન્યા અને નિકોલ વિસ્તારમાં જ 3 વાહનો ખાડામાં ગરકાવ થયા. થાર કારની નીચે બાઇક ગરકાવ થયું. તો, વસ્ત્રાલમાં ફોરલેન પર પર ખાડો કર્યા બાદ યોગ્ય પુરાણ નહીં કરતા રસ્તો બેસી ગયો અને શાળાનો વિદ્યાર્થી ખાડામાં ખાબક્યો. આ તરફ, ઇસનપુરથી નારોલના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી. જ્યારે દરિયાપુર ભૂવાપુર બન્યું હોય તે રીતે એક જ લાઇનમાં 3 ભૂવા પડ્યા. આ સિવાય, ન્યૂ ડેવલપ વિસ્તાર શેલાના માર્ગો જળબંબાકાર થયા. મેટ્રોસિટીની આવી ખરાબ હાલતે પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે.