એરપોર્ટને પણ ટક્કર મારે તેવુ બનશે અમદાવાદનુ કાલુપુર રેલવે સ્ટેશન, રિડેવલપમેન્ટ બાદ કેવુ લાગશે સ્ટેશન ? જુઓ વીડિયો
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશનનુ રિડેવલપમેન્ટ કરવામા આવી રહ્યું છે. રિડેવલપમેન્ટનું કાર્ય હજુ દોઢથી બે વર્ષ સુધી ચાલે તેવી સંભાવના છે. કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કાર્ય પૂર્ણ થયા બાદ, તે એરપોર્ટને પણ ટક્કર મારે તે પ્રકારની સુવિધાઓ ધરાવતું હશે. જુઓ નવુ રેલવે સ્ટેશન કેવું બનશે તેનો વીડિયો
અમદાવાદના મુખ્ય રેલવે સ્ટેશનનું રિડેલવપમેન્ટ કરવામા આવી રહ્યું છે. રિડેવલમપેન્ટ કાર્ય પૂર્ણ થયા બાદ, અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એરપોર્ટને પણ ટક્કર મારે તેવુ બનશે. અમદાવાદનું નવુ રેલવે સ્ટેશન કાલુપુર ઓવરબ્રિજથી લઈને સાંળગપુર પાણીની ટાંકીની સામેના વિસ્તાર સુધીમાં રિડેવલપમેન્ટ કરાશે. રિડેવલપમેન્ટ કાર્ય સંપન્ન થવામાં હજુ પણ આશરે દોઢથી બે વર્ષનો સમયગાળો થશે.
અમદાવાદના નવા રેલવે સ્ટેશનમાં, કુલ 31 લિફ્ટ, 10 લિફ્ટ લગેજ માટે રહેશે. જ્યારે કુલ 50 એસ્કેલેટર્સ દ્વારા મુસાફરોની આવન જાવન થશે. જે રીતેઅમદાવાદનુ રેલવે સ્ટેશન વિકસી રહ્યું છે અને ટ્રેનની સંખ્યા વધી રહી છે તેને ધ્યાને રાખીને રોજના 1 લાખ 20 હજાર જેટલા મુસાફરોની આવન જાવનને ધ્યાને રાખીને નવુ રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદનું આ નવુ રેલવે સ્ટેશન બુલેટ ટ્રેન અને વર્તમાનમાં દોડતી મેટ્રો ટ્રેનના સ્ટેશનને સાંકળી લેશે. સાથોસાથ સાંરગપુર ઓવરબ્રિજ અને કાલુપુર ઓવરબ્રિજને પણ નવા રેલ્વે સ્ટેશનની સાથે સાંકળી લેવાશે.