અમદાવાદ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાર્યકર્તાઓ સાથે કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
અમિત શાહના ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમ છે.ત્યારે આજે નવા વર્ષ નિમિત્તે અમિત શાહના નિવાસસ્થાને કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો. અમિત શાહે સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.
અમદાવાદ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. ત્યારે આજે વિક્રમ સંવત નવા વર્ષ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છાની આપ-લે કરી હતી. સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
આ પણ વાંચો-સુરત : 5 વર્ષની બાળકીના અપહરણના વિડીયો સામે આવ્યા, પોલીસે બાળકીને મુક્ત કરાવી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ વર્ષે દિવાળીના પર્વ પર અમદાવાદમાં છે. તેમણે આ વર્ષે દિવાળીની ઉજવણી પરિવારજનો સાથે કરી. તેઓ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં છે. અમિત શાહના ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમ છે.ત્યારે આજે નવા વર્ષ નિમિત્તે અમિત શાહના નિવાસસ્થાને કાર્યકર્તાઓનો જમાવડો
જોવા મળ્યો. અમિત શાહે સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે.





