ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષે પંચદેવ મહાદેવ મંદિરે ભગવાનના કર્યા દર્શન, જુઓ વીડિયો
નવા વર્ષની શરૂઆતે મુખ્યમંત્રી ગાંધીનગર સ્થિત પંચદેવ મહાદેવ મંદિર જઈને ભગવાનના દર્શન કરીને ગુજરાતની પ્રગતિ અને સુખાકારી પ્રાર્થના કરી હતી. પંચંદેવ મંદિરે દર્શન કર્યા બાદ, ભૂપેન્દ્ર પટેલ, અડાલજ ખાતે આવેલ ત્રિમંદિર પહોંચ્યા હતા.મુખ્યપ્રધાને ત્રિમંદિરમાં દાદા ભગવાનના દર્શન કર્યા હતા.

મુખ્યપ્રધાન નવા વર્ષના પ્રથમ દિવસે આજે ગાંધીનગર સ્થિત મુખ્યપ્રધાન આવાસ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાની આપ-લે કરશે. સાથે તેઓ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. અમદાવાદ આવીને અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીના દર્શન કરશે. ત્યાર બાદ સર્કિટ હાઉસ ખાતે નાગરિકોને મળીને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને જઈને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે.
વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે CM પ્રીતિભોજન કરશે
મુખ્યમંત્રીએ તેમની સંવેદનશીલતા સાથે વડીલ વાત્સલ્ય વંદનાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષના પ્રારંભ દિવસે મંગળવારે બપોરે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમદાવાદના વાડજ ખાતેના વૃદ્ધાશ્રમના વડીલો સાથે બેસીને ભોજન લેશે. સાથે જ વડીલોને સ્નેહભાવે ભોજન પીરસશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી વિવિધ 14 જેટલા વૃદ્ધાશ્રમોમાં નૂતન વર્ષ દિન નિમિત્તે બપોરનું સાંજનું ભોજન પણ આપવામાં આવશે.