AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: શક્તિસિંહ ગોહિલે આપ્યા સ્પષ્ટ સંકેત, કોંગ્રેસમાં કામ નહીં કરનારાને બતાવાશે બહારનો રસ્તો

Ahmedabad: ગુજરાત કોંગ્રેસમાં કામ કરે તેવા નેતા અને કાર્યકરોને પ્રોત્સાહન અપાશે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે. જેમા જણાવ્યુ છે કે પક્ષને સમર્પિત કાર્યકરોને પાર્ટીમાં મહત્વ અપાશે અને કામ નહીં કરનારાને બહારનો રસ્તો બતાવાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 12:01 AM
Share

Ahmedabad: રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરોના કોંગ્રેસના સંગઠન પ્રમુખની અગત્યની સંવાદ બેઠક કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સંવાદ બેઠકમાં શક્તિસિંહે સ્પષ્ટ સંકેત આપ્યા કે પક્ષમાં કામ કરનારાને મહત્વ મળશે. નેતાના આધારે નહીં. પક્ષની વિચારધારા માટે જે અસરકારક અને મજબુતીથી કામ કરશે તેમને જ મહત્વ અપાશે. કોંગ્રેસની વિચારધારા વધુ લોકો સુધી પહોંચાડનારા માટે સ્થાનિક જનસંપર્ક મહત્વનો છે. વિવિધ ક્ષેત્રોમાં સ્થાનિક કક્ષાએ કામ કરનારાને પક્ષમાં જોડી પક્ષને મજબુત કરવો એ સમયની માગ છે.

આ પણ વાંચો : Ahmedabad : શાળાઓમાં મોહરમની રજા રદ કરાતા વિવાદ, કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે ભાજપ પર લગાડ્યા આ આરોપ, જૂઓ Video

શક્તિસિંહે આ સંવાદ બેઠક દરમિયાન સ્પષ્ટ સંકેત આપી દીધા કે કામ કરશે તેને સંગઠનમાં મહત્વ મળશે. કામ નહીં કરનારાને બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યુ કે કામની વહેંચણી અને જવાબદારી નક્કી કરાશે. સામાજીક અને રાજકીય કાર્યક્રમ કરવા અને જેમાં વધુમાં વધુ લોકો જોડાય તે જરૂરી છે. દરેક પ્રભારીએ પ્રવાસ કરવાના છે અને જે ચૂંટણી લડેલાઓને સક્રિય કરીને સંગઠનના કામમાં જોડવા પડશે. કોંગ્રેસ પક્ષના જુના માણસોને સક્રિય કરવા જરૂરી છે

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">