Ahmedabad : શાળાઓમાં મોહરમની રજા રદ કરાતા વિવાદ, કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે ભાજપ પર લગાડ્યા આ આરોપ, જૂઓ Video
PM મોદીના કાર્યક્રમને લઈ શિક્ષણ વિભાગે ( Education Department) રજા રદ કરતા કોંગ્રેસના ધારાસભ્યે ઉઠાવ્યો વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે (Gyasuddin Shaikh) ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
Ahmedabad : મોહરમના (Muharram) તહેવારે રાજયની શાળાઓમાં રજા રદ (holiday cancelled) થતા જોરદાર વિવાદ ઉભો થયો છે. PM મોદીના કાર્યક્રમને લઈ શિક્ષણ વિભાગે ( Education Department) રજા રદ કરતા કોંગ્રેસના ધારાસભ્યે ઉઠાવ્યો વાંધો ઉઠાવ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે (Gyasuddin Shaikh) ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ધારાસભ્યએ ટ્વિટ પર લખ્યું કે રાજય સરકારે તહેવારોને ગંદી રાજનીતિના ચશ્માથી જોવાનું શરૂ કર્યું છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મોહરમના દિવસે જાહેર રજાની માગ કરી હતી.
“મોહર્રમ” એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે. ઇસ્લામમાં રમઝાન પછીનો બીજો સૌથી પવિત્ર મહિનો મોહર્રમ છે…
ભાજપની રાજ્ય સરકારે આવતીકાલે પવિત્ર એવા “મોહર્રમ”ના દિવસે પણ શાળાઓ ખુલ્લી રાખવાની જાહેરાત કરીને તહેવારોને પણ પોતાની ગંદી રાજનીતિના ચશ્માથી જોવાનું શરૂ કર્યું છે, 1/2
— Gyasuddin Shaikh (@Gyasuddin_INC) July 28, 2023
આ પણ વાંચો-Breaking News : અમદાવાદની સાબરમતીમાં કાયાકિંગ બોટ પલટી, યુવતીનો જીવ માંડ માંડ બચ્યો, જૂઓ Video
મહત્વનું છે કે નવી શિક્ષણ નીતિના 3 વર્ષ પૂર્ણ થતા આજે કેન્દ્ર સરકારના નોટીફિકેશન બાદ રાજ્યના શિક્ષણ વિભાગે રજા રદનો પરિપત્ર જાહેર કર્યો હતો. PM મોદી અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદઘાટન કર્યુ છે. ધોરણ-9 થી 12 સુધી તમામ શાળાઓમાં આ કાર્યકમ દર્શાવવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
