Gujarat Video: ભાજપના ધારાસભ્ય મહેશ કસવાળાના વિવાદી નિવેદન પર કોંગ્રેસના પ્રતાપ દૂધાતનો પલટવાર, કહ્યુ કસવાળા કરાવે માનસિક સારવાર

Gujarat Video: ભાજપના ધારાસભ્ય મહેશ કસવાળાના વિવાદી નિવેદન પર કોંગ્રેસના પ્રતાપ દૂધાતનો પલટવાર, કહ્યુ કસવાળા કરાવે માનસિક સારવાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 5:25 PM

Ahmedabad: ભાજપના ધારાસભ્ય મહેશ કસવાળાના સાવરકુંડલામાં આતંકી ફેક્ટરીઓ ચાલતી હતી અને મહુવા રોડ પરનું સંકુલ એ રાજનીતિના લોકોની નિષ્ફળતા છે વાળા નિવેદનથી રાજકીય હડકંપ મચી ગયો છે. આ અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પલટવાર કર્યો છે.

Surat: ભાજપના ધારાસભ્ય (MLA) મહેશ કસાવાલાના નિવેદન બાદ રાજકીય વિવાદ છેડાયો છે. સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં મહેશ કસવાળાએ નિવેદન આપ્યુ કે 20 વર્ષના શાસનની નિષ્ફળતાએ સાવરકુંડલાની અંદર આતંકવાદીઓ બનાવવાની ફેક્ટરીઓ શરૂ કરી છે. વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે મહુવા રોડ પરનું સંકુલ એ રાજનીતિના લોકોની નિષ્ફળતા છે.

કસવાળાએ કહ્યુ હું નામ આપવા નથી માગતો પરંતુ રાજનીતિની સૌથી મોટી નિષ્ફળતા હોય તો એ છે કે ક્યા લોકો કેવા હતા અને એમનો ક્યો દૃષ્ટિકોણ હતો કે મારા સાવરકુંડલાની અંદર આખાય સૌરાષ્ટ્રની અંદરથી લોકો એમ કહે કે આપણા માટે સાવરકુંડલા સેફ છે. આપણા બાળકોને ત્યાં ભણાવી શકીશું. આપણા બાળકોને આવા પ્રકારના કટ્ટરવાદી શિક્ષણ આપી શકીશુ, આના માટે સાવરકુંડલાની ખેવના થતી હતી ત્યારે મારા મનની અંદર હતુ કે સાવરકુંડલાને આમાંથી મુક્ત કરાવવુ છે.

આ પણ વાંચો : Amreli : ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા 2 સિંહોના મોતના પડ્યા ઘેરા પ્રત્યાઘાત, રાજ્યકક્ષાની તપાસના આદેશ બાદ વનવિભાગની ટીમે આદરી કાર્યવાહી

પ્રતાપ દૂધાતનો પલટવાર, કસવાળા કરાવે માનસિક સારવાર

હાલ આ નિવેદન સામે આવતા જ રાજનીતિ ગરમાઈ છે અને સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મહેશ કસવાળાને માનસિક સારવાર કરાવવાની સલાહ આપી છે. વધુમાં તેમણે જણાવ્યુ કે મહેશ કસવાળા પોતાની જ પાર્ટીના જનસેવકોને નિષ્ફળ ગણાવી રહ્યા છે. છેલ્લા15 વર્ષથી અમરેલીમાં ભાજપના નારણ કાછડિયા સાંસદ છે અને 20 વર્ષના શાસનની નિષ્ફળતાને કારણે સાવરકુંડલામાં આતંકી ફેક્ટરીઓ ઉભી થઈ છે. ત્યારે પ્રતાપ દૂધાતે તેમને વળતો સવાલ કર્યો કે છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે અને જો કુંડલામાં આતંકી પ્રવૃતિએ ચાલતી હતી તો તમારી સરકાર શું કુંભકર્ણની નીંદ્રામાં સુતેલી હતી. વધુમાં તેમણે જણાવ્યુ કે કસવાળા ખોટી નિવેદનબાજી કરી વૈમનસ્ય ઉભુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રતાપ દૂધાતે જણાવ્યુ કે હું સરકારને વિનંતિ કરુ છુ કે તેમની તાત્કાલિક ધોરણે સારવાર કરાવો.

 અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">