AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad News : બગોદરા પાસે આવેલા 60 વર્ષ જૂના ભોગાવો બ્રિજની હાલત કફોડી, બ્રિજના સળિયા દેખાયા, રસ્તા પર મસમોટા ખાડા, જુઓ Video

Ahmedabad News : બગોદરા પાસે આવેલા 60 વર્ષ જૂના ભોગાવો બ્રિજની હાલત કફોડી, બ્રિજના સળિયા દેખાયા, રસ્તા પર મસમોટા ખાડા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2025 | 1:59 PM
Share

રાજ્યના અનેક બ્રિજની હાલત જર્જરિત બની છે.  સૌરાષ્ટ્રને જોડતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે નંબર 47 પર બગોદરા ગામ પાસે આવેલો ભોગાવો બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે.

રાજ્યના અનેક બ્રિજની હાલત જર્જરિત બની છે.  સૌરાષ્ટ્રને જોડતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે નંબર 47 પર બગોદરા ગામ પાસે આવેલો ભોગાવો બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે. 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતો આ બ્રિજ 60 વર્ષથી વધુ જૂનો છે. જે હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે. બ્રિજના સળિયા ખુલ્લા દેખાય છે અન પોપડા પડી રહ્યાં છે.

આ 3 કિલોમીટરના બ્રિજ પર મસમોટા ખાડાઓ છે જેથી ટ્રાફિકજામ પણ થાય છે. બીજી બાજુ નવા બ્રિજનુ ગોકળગતિએ કામ ચાલુ છે. છતાં તંત્રએ બ્રિજના સમારકામ અથવા નવીનીકરણ માટે કોઈ પગલાં ન લેતા. તંત્રની ઉદાસીનતા પ્રકાશમાં આવી છે. જોકે વડદોરા જેવી કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદારી કોની હશે તે એક મોટો પ્રશ્ન છે.

રાજકોટ-સોમનાથ બ્રિજ પર પડ્યું ગાબડું

બીજી તરફ રાજકોટ-સોમનાથ નેશનલ હાઈવે પર રેલવે ઓવરબ્રિજની જ્યાં મસમોટું ગાબડું પડ્યું પણ તંત્રએ સમારકામની તસ્દી લીધી નથી. જેતપુરના જેતલસર પાસે રાજકોટ-સોમનાથ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પર મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે રોડની એક સાઈડ બંધ કરાઈ છે. આ બ્રિજનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 10, 2025 01:56 PM
g clip-path="url(#clip0_868_265)">