Breaking News: અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ, નાગરિકો સ્કેન કરીને આપી શકશે ફીડબેક

| Edited By: | Updated on: Apr 30, 2026 | 8:13 PM

અમદાવાદીઓના આરોગ્યને ધ્યાને રાખીને કોર્પોરેશન એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. સૌથી વધુ ભીડ જ્યા જોવા મળે છે તે પાણીપુરીની લારીઓ પર હવેથી કોર્પોરેશન દ્વારા QR કોડ લગાવવામાં આવશે. આ QR કોડ સ્કેન કરીને નાગરિકો તેમનુ ફીડબેક આપી શકશે.

આપણે હંમેશા જોયુ છેકે પાણીપુરીની લારીઓ પર સૌથી વધુ ભીડ જોવા મળે છે. ગમે તેવી અનહાઈજિનિક રીતે બનતી હોવા છતા લોકો પાણીપુરીનો ચટાકો છોડી શક્તા નથી. હવે આ જ પાણીપુરીના ચટાકાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને એક નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા હવે દરેક પાણીપુરીની લારી પર QR કોડ લગાવવામાં આવશે. આ QR કોડને સ્કેન કરીને નાગરિકો તેમના ફીડબેક આપી શકશે. આ જ ફીડબેકને આધારે કોર્પોરેશન દ્વારા જો ક્યાંય પણ ત્રુટી, સ્વચ્છતાનો અભાવ કે અખાદ્ય વસ્તુઓ જણાશે તો તેની સામે તુરંત કાર્યવાહી કરવામાં આવશે.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી તેજસ શાહના જણાવ્યા અનુસાર જાહેર જનતા પાણીપુરીની લારીઓ પર હાઈજીન મેઈનટેઈન થાય છે કે કેમ તે અંગે ફીડબેક આપી શકે તે માટે QR કોડ સિસ્ટમ આગામી સમયમાં અમલી કરાશે. નાગરિકોના આ ફીડબેકને આધારે કોર્પોરેશન પણ જો કોઈ ત્રુટીઓ જણાશે તો તેની સામે કાર્યવાહી કરશે

મહત્વનું છે કે શહેરમાં 1200 થી 1500 જેટલી પાણીપુરીની લારીઓ હોવાનો અંદાજ છે. ત્યારે તંત્રના આ નિર્ણયથી અખાદ્ય જથ્થો વાપરતા પાણીપુરી વિક્રેતાઓ પર પણ તવાઈ આવશે.

Input Credit- Jignesh Patel- Ahmedabad

 

Breaking News: અમરેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત જિલ્લા પંચાયત સહિત તમામ 6 નગરપાલિકા પર કબજો

Follow Us