AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video : Ahmedabad 129 ગ્રામના ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત ડ્રગ્સ પેડલરની SOG ક્રાઈમે કરી ધરપકડ, મુંબઈના ડ્રગ્સ માફિયા સાથેના ખૂલ્યા કનેક્શન

Ahmedabad: મુંબઈથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં ડ્રગ્સનું નેટવર્ક ફેલાવનાર કુખ્યાત ડ્રગ્સ પેડલરની SOG ક્રાઈમે ધરપકડ કરી છે. 129 ગ્રામના એમડી ડ્રગ્સના જથ્થા સહિત 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જેલમાંથી પેરોલ જમ્પ કરી ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી છે.

Gujarat Video : Ahmedabad 129 ગ્રામના ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત ડ્રગ્સ પેડલરની SOG ક્રાઈમે કરી ધરપકડ, મુંબઈના ડ્રગ્સ માફિયા સાથેના ખૂલ્યા કનેક્શન
Mihir Soni
| Edited By: | Updated on: Jun 02, 2023 | 7:06 PM
Share

Ahmedabad: રાજયમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે અને આંતરરાજ્યમાંથી ડ્રગ્સ લાવી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યુ છે. અમદાવાદ SOGએ ફરી એકવાર ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. SOGએ બાતમીને આધારે 129 ગ્રામના એમડી ડ્રગ્સના જથ્થા સહિત 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOGએ બાતમીને આધારે ટીમ બનાવી CTM ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન એક બસમાં તપાસ કરતા બે શકમંદો નજરે પડતા તેમની પૂછપરછ અને તલાશી લેવાઈ તી આ દરમિયાન આરોપીઓ પાસેથી 129 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યુ હતુ. આ ડ્રગ્સની બજાર કિંમત 12.5 લાખ જેટલી છે.

ડ્રગ્સની હેરાફેરીમાં ખૂલ્યુ મુંબઈ કનેક્શન

ડ્રગ્સ પેડલરો લકઝરી બસમાં મુંબઈથી અમદાવાદ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને તેઓના મુંબઈના ડ્રગ્સ માફિયા સાથેના કનેક્શન ખુલ્યા છે જેને લઈને SOGએ પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલ ડ્રગ્સ પેડલર અલ્લારખા અને શાહનવાજની તપાસમાં તેઓ વેસ્ટ મુંબઈના કુરલા વિસ્તારમાં ડ્રગ્સ માફિયા અદનામ પાસેથી ડ્રગ્સ લાવતા હતા અને ત્યાર બાદ ડ્રગ્સનો જથ્થો અમદાવાદના નાના પેડલરોને પડીકીમાં વેંચતા હતા.

પકડાયેલ કુખ્યાત પેડલર અલ્લારખા વિરુદ્ધ 9 જેટલા ગુના નોંધાયા છે. પાસા પણ થઈ ચૂક્યા છે. એક વર્ષ પહેલાં ડ્રગ્સ હેરાફેરી કેસમાં આરોપી અલ્લારખાને ડ્રગ્સ સાથે પકડ્યો હતો જે જેલમાં સજા ભોગવી રહ્યો હતો બે મહિના પહેલા જ પેરોલ જમ્પ કરીને બહાર આવ્યો અને જેલમાં પરત જવાના બદલે ફરી ડ્રગ્સનું નેટવર્ક શરૂ કર્યું. પેરોલ જમ્પના આરોપીની તપાસ કરી રહેલી SOGની ટીમને અલ્લારખાની માહિતી મળતા મુંબઈ અને અમદાવાદના ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે. હાલમાં SOGએ બન્ને આરોપીની ધરપકડ કરીને ડ્રગ્સમાં જોડાયેલા અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : Gujarati Video : ખંભાળિયા નજીક MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી

ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના તે દિશામાં તપાસનો ધમધમાટ

મહત્વનું છે કે SOG ક્રાઇમની ટીમે ડ્રગ્સ પેડલરોની સાથે ડ્રગ્સ ખરીદવા આવેલા બે નાના પેડલરોને પણ ઝડપી લીધા છે. આરોપી અલ્લારખાએ 129 ગ્રામ એમડી ડ્રગ્સમાંથી 40 ગ્રામ જેટલું ડ્રગ્સ બે નાના પેડલરો આપવા માટે સિટીએમ બોલાવ્યા હતા. પરતું SOGની ટીમ અગાઉથી વોચમાં બેઠી હતી. આ દરમિયાન અલ્લારખાંની ધરપકડ કરતા જ અન્ય આરોપી ડ્રગ્સ લેવા આવ્યા હતા. ત્યારે SOGની ટીમ આરોપીને પકડવા જતા બે નાના પેડલરો ભાગવા જતા પીઆઇ ચિરાગ ગોસાઈ સાથે ઝપાઝપી કરી પરતું પોલીસે બન્ને પેડલરોની અટકાયત કરીને ડ્રગ્સ વેચાણને લઈને તપાસ શરૂ કરી છે. હાલ આ મામલે પોલીસે બન્નેની પૂછપરછ શરૂ કરી છે અને તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને આગળ કોને આપવાના છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">