AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video :  ખંભાળિયા નજીક MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી

Gujarati Video : ખંભાળિયા નજીક MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 11:59 AM
Share

દેવભૂમિદ્વારકાના ખંભાળિયા નજીક દાતા ગામના પાટિયા પાસેથી MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો છે. SOGની ટીમે જામનગરના યુવક મોહસીન સાટીને 17.650 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે.

Devbhoomi Dwarka : દેવભૂમિદ્વારકાના ખંભાળિયા નજીક દાતા ગામના પાટિયા પાસેથી MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો છે. SOGની ટીમે જામનગરના યુવક મોહસીન સાટીને 17.650 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. જેની પૂછપરછના આધારે મુંબઈથી ડ્રગ્સ લઈને વેચવા આવેલો ડીલર પણ ઝડપાયો છે. SOGની ટીમે મુંબઈના માહિમમાં રહેતા જુબેર મોહમ્મદ મેમણની અટકાયત કરી છે.

આ પણ વાંચો : Devbhoomi Dwarka: દ્વારકાના આંગણે રૂડો અવસર, શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજી લઇને આવ્યા દ્વારકા, જુઓ Video

પોલીસે ડ્રગ્સના સાથે ઝડપાયેલા બંનેની આકરી પૂછપરછ હાથ ધરી છે. જેમાં અગાઉ કોઈ વખત ડ્રગ્સ વેચવા આવ્યો છે કે અન્ય કેટલા સાગરિતો છે. તે સહિતના મુદ્દે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

મહેસાણા માંથી 4,433 કિલો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો

તો બીજી તરફ ગઈ કાલે મહેસાણામાંથી 1 કરોડની કિંમતનો 4,433 કિલો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો હતો. સેન્ટ્રલ બ્યુરો ઑફ નાર્કોટિક્સ (CBN) મધ્યપ્રદેશ એકમે ગુજરાતમાં મહેસાણા ટોલ પ્લાઝા ખાતે કન્ટેનર ટ્રકમાં બિસ્કિટ બ્રાન્ડના બોક્સ પાછળ છુપાવેલી 206 પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરાયેલ 4,433.45 કિલો પોશના ડોડાનો જથ્થો જપ્ત કર્યો હતો.

દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">