Ahmedabad : ખોખરા-સીટીએમ ઓવરબ્રિજ પર ગાબડું, લોકોની મુશ્કેલી વધી
અમદાવાદના ખોખરા- સીટીએમ ઓવરબ્રિજ પર ગાબડુ પડતા AMCએ બેરીકેડ મુક્યા છે. જેમાં ખોખરાથી સીટીએમ જતો એક તરફનો બ્રિજ બંધ કરાયો છે. તેમજ પુલની નીચેથી સીટીએમ જવા માટે ડાયર્વઝન આપીને ઓવરબ્રિજ પરનો એકતરફનો રોડ બંધ કરાયો છે.
અમદાવાદના(Ahmedabad) ખોખરા (Khokhra) અને સીટીએમને જોડતા છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ (Overbridge) પર વધુ એક ગાબડુ પડ્યું છે. આ અગાઉ પણ આજ ઓવરબિજ પર RCCના રોડ પર પુલની વચ્ચોવચ ગાબડા પડ્યા હતા. ત્યારે વધુ એક ગાબડું પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ ઓવરબ્રિજ પર ગાબડુ પડતા AMCએ બેરીકેડ મુક્યા છે. જેમાં ખોખરાથી સીટીએમ જતો એક તરફનો બ્રિજ બંધ કરાયો છે. તેમજ પુલની નીચેથી સીટીએમ જવા માટે ડાયર્વઝન આપીને ઓવરબ્રિજ પરનો એકતરફનો રોડ બંધ કરાયો છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને સીટીએમને જોડતા બ્રિજ થોડા સમય પૂર્વે જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ આ બ્રીજના કારણે આ વિસ્તારના લોકો પરિવહનમાં સરળતા રહે છે. જો કે આ બ્રિજનું કામ લાંબા સમય સુધી ચાલ્યું હતું. તેમજ હાલમાં બ્રિજના બાંધકામને લઇને હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમાં થોડા સમય પૂર્વે આરસીસી બાંધકામમાં બ્રિજની વચ્ચે ગાબડું પડ્યું હતું. તેમજ તેની બાદ હવે ફરીથી મોટું ગાબડું પડ્યું હતું જેના લીધે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા બ્રિજ પર અનેક સવાલો ઉભા થયા છે.
જો કે અમદાવાદ શહેરના છેલ્લા વર્ષોમાં અનેક પુલ બનાવવામાં આવ્યા છે. જેમાં નવી ટેકનોલોજીની મદદથી બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જેના લીધે બ્રિજનું કામ ઝડપી બની રહ્યું છે. જો તેની સામે બ્રિજની ગુણવત્તાને લઇને અનેક સવાલો પણ ઊભા થયા છે. તેમજ કૉર્પોરેશન દ્વારા બ્રિજ બનાવવા પાછળ વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો : Surat : મહાનગરપાલિકાનું પહેલું ઇ બજેટ, વિપક્ષી સભ્યોએ વિરોધ દર્શાવ્યો
આ પણ વાંચો : Ambaji: 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાયો, અંબાજીના માર્ગો પર માતાજીની પાલખી યાત્રા નીકળી
