Ambaji: 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાયો, અંબાજીના માર્ગો પર માતાજીની પાલખી યાત્રા નીકળી
વર્ષ 2014માં તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 51 શક્તિપીઠનું નિર્માણ કરાવડાવ્યું હતું. માઈભક્તો એક જ સ્થળે એક જ સમયે તમામ શક્તિપીઠના દર્શન કરી શકે એ આશયથી શક્તિપીઠના મંદિરોનું નિર્માણ કરાયું હતું.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી (Ambaji)માં ગબ્બર ખાતે 51 શક્તિપીઠ મંદિરના 8માં પાટોત્વની (8th Patotsav) ઉજવણી (celebration) કરવામાં આવી છે. આ પ્રસંગે ગબ્બર તળેટીના સર્કલથી પ્રસ્થાન કરેલી પાલખી યાત્રા 51 શક્તિપીઠ મંદિરમાં ફરી હતી. મંદિર સંકુલમાં પંડિતો દ્વારા માતાજીના નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાના આઠમા પાટોત્સવની ઉજવણી 15 ફેબ્રુઆરીએ કરવામાં આવી. 51 શક્તિપીઠ મંદિરમાં ધ્વજારોહણ કરી ભાવપૂર્વક પાટોત્સવની ઉજવણી કરાઈ. પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત પાલખી યાત્રા પણ યોજાઇ હતી. આ યાત્રામાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સદસ્યો, શક્તિપીઠના પૂજારીઓ સહિતના શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
51 શક્તિપીઠ દર્શન પરિક્રમાના આઠમા પાટોત્સવની ઉજવણીને લઇને બનાસકાંઠામાં આવેલા અંબાજીમાં શક્તિપીઠના દરેક મંદિરોમાં પૂજા વિધિ કરી ધ્વજા રોહણ કરવામાં આવ્યા. તમામ મંદિરો ફુલોથી શણગારવામાં આવ્યા હતા. મંદિરોમાં વિશિષ્ટ યજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગબ્બર ટોચ શક્તિપીઠના સંકુલ ખાતે વિશિષ્ટ યજ્ઞ કરવામાં આવ્યો હતો. માતાજીની પાલખી યાત્રાએ સવારે ગબ્બર સર્કલથી પ્રારંભ કરીને સમગ્ર માર્ગમાં પરિભ્રમણ કર્યુ હતુ. પાટોત્સવની ઉજવણીનો ભાગ બનીને સૌ કોઇએ ધન્યતા અનુભવી હતી.
નોંધનીય છે કે વર્ષ 2014માં તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડા પ્રધાન મોદીએ 51 શક્તિપીઠનું નિર્માણ કરાવડાવ્યું હતું. માઈભક્તો એક જ સ્થળે એક જ સમયે તમામ શક્તિપીઠના દર્શન કરી શકે એ આશયથી શક્તિપીઠના મંદિરોનું નિર્માણ કરાયું હતું.
આ પણ વાંચો-
Bhavnagar: જયપુરમાં અકસ્માતથી મૃત્યુ પામનાર પોલીસ કોન્સ્ટેબલના પાર્થિવ દેહ એરક્રાફ્ટથી વતન લવાયા, એરપોર્ટથી અંતિમયાત્રા કઢાઇ
આ પણ વાંચો-