AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં રોગચાળાનો ભરડો: ગત વર્ષના ડિસેમ્બર કરતા આ વર્ષે મચ્છર અને પાણીજન્ય રોગોમાં 6 ગણો વધારો!

અમદાવાદમાં રોગચાળાનો ભરડો: ગત વર્ષના ડિસેમ્બર કરતા આ વર્ષે મચ્છર અને પાણીજન્ય રોગોમાં 6 ગણો વધારો!

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 6:32 AM
Share

Ahmedabad: શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ ભરડો લીધો છે. ગત વર્ષે ડિસેમ્બર માસની સરખામણીમાં આ વર્ષે 6થી 7 ગણા રોગ વધ્યા છે.

અમદાવાદ શહેરમા રોગચાળાએ ભરડો લીધો છે. ચોમાસા બાદ પણ મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. મચ્છરજન્ય (Mosquito-borne) રોગચાળાની સાથે પાણીજન્ય રોગચાળાએ (water-borne) પણ માથું ઉચકયું છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો થયો છે. ચાલુ મસમાં ડેન્ગ્યુના 104 અને ચિકનગુનિયાના 99 કેસો નોંધાયા છે.

અમદાવાદમાં ડિસેમ્બરમાં કમળો અને ટાઈફોડના કેસો વધ્યા છે. કમળાના 139 અને ટાઈફોડના 152 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કોર્પોરેશનની શાળાઓમાં જાગૃતિ અભિયાન શરૂ કરાશે. ગત વર્ષે ડિસેમ્બરમાં ડેન્ગ્યુના 21 કેસો નોંધાયા હતા જેની સામે ચાલુ વર્ષે ડિસેમ્બરમાં ડેન્ગ્યુના 104 કેસો નોંધાયા છે.

અમદાવાદમાં ગત વર્ષે ડિસેમ્બરમાં કમળાના 21 કેસ નોંધાયા હતા જેની સામે આ વર્ષે ડિસેમ્બરમાં કમળાના 139 કેસો નોંધાયા છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ટાઈફોડના 119 કેસો નોંધાયા હતા જેની સામે ચાલુ વર્ષે ડિસેમ્બરમાં 152 કેસ નોંધાયા છે.

મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાયો.

1. ઘરની અંદર અને આસપાસ પાણી એકઠું થવા ન દો.
2. લીમડાના પાનનો ધુમાડો ઘરમાં ફેલાવો.
3. પાણીના વાસણો ખુલ્લા ન રાખો.
4. રસોડું અને વોશરૂમ સુકા રાખો.
5. દરરોજ કુલર અને વાસણનું પાણી બદલો.
6. બારીઓ અને દરવાજા બંધ રાખો.
7. શરીર પર મચ્છરથી બચવાની ક્રીમ લગાવો.
8. ફુલ સ્લીવના કપડાં પહેરો.
9. સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
10. ઘરની આસપાસ મચ્છર દવાનો છંટકાવ કરો.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ: 22 ડિસેમ્બર: ધંધાકીય પ્રવૃત્તિઓ અંગે લીધેલા નિર્ણયમાં મુશ્કેલીઓ અને અવરોધો આવશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 22 ડિસેમ્બર: લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાઓ પણ દૂર થશે, પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે

g clip-path="url(#clip0_868_265)">