AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pune Maharashtra Breaking News : રૂવાડાં ઊભાં કરી દે તેવા દ્રશ્યો ! પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગાડીઓ, ખડકવાસલા ડેમના પાણીએ મચાવી તબાહી ! જુઓ Video

પુણે અને ભિવંડીમાં રૂવાડાં ઊભા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પુણેમાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પુણેના ખડકવાસલા ડેમમાંથી મુથા નદીમાં લગભગ 29000 ક્યુસેક પાણી છોડાયું. જેના લીધે નદીનું જળસર ઇંચ ખૂબ વધી ગયું.

Pune Maharashtra Breaking News : રૂવાડાં ઊભાં કરી દે તેવા દ્રશ્યો ! પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગાડીઓ, ખડકવાસલા ડેમના પાણીએ મચાવી તબાહી ! જુઓ Video
Maharashtra Flood Pune
| Updated on: Aug 04, 2026 | 1:57 PM
Share

પુણે અને ભિવંડીમાંથી રૂવાડાં ઊભા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પુણેમાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પુણેના ખડકવાસલા ડેમમાંથી મુથા નદીમાં લગભગ 29000 ક્યુસેક પાણી છોડાયું. જેના લીધે નદીનું જળસર ઇંચ ખૂબ વધી ગયું. પાણીનું સ્તર વધતા કાંઠાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યું અને અનેક વાહનો વચ્ચે જ ફસાઈ ગયા છે. સ્થિતિ એવી થઈ કે લોકોને ભારે હાલાકીમાં ત્યાંથી વાહનો મૂકીને જવાનો વારો આવ્યો. પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલી કારોને બહાર નીકાળવા લોકો ભારે જહેમત ઉઠાવતા પણ નજરે પડ્યા હતા.

નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું હતું

દાવો છે કે પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું હતું. પણ તેમ છતાં અનેક લોકોને મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો. હાલ અનેક સોશિયલ મીડિયા પર આવા અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો પાણીના પ્રવાહમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવા પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ ધોધમાર વરસાદ ખાબકવાને લીધે મુથા નદી પહેલા જ ઉગ્ર રૂપ ધારણ કરી ચૂકી હતી. ડેમમાંથી પાણી છોડાતા લોકોને મોટું નુકસાન થયું છે.

ફાયર વિભાગ દ્વારા ચુવકનું કરાયું રેસ્ક્યું

પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે એક યુવકનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. મુથા નદી પર બનેલા ગરવારે પુલ નીચે પ્રવાહમાં એક યુવક ફસાયો હતો. જો કે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરીને ચુવકને સલામતમ પણે તેમાંથી બહાર નીકાળી લેવાયો. લોકો ફાયરના જવાનોની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ

હવામાન વિભાગે પુણે અને તેની આસપાસના ઘાટો માટે યલો એલર્ટ આપ્યું હતું. જુલાઈ મહિનામાં સતત અને ભારે વરસાદને કારણે, પુણેની પાણીની ચિંતા દૂર થઈ ગઈ છે અને ખડકવાસલા ડેમમાં પાણીનો સંગ્રહ 98 ટકાને વટાવી ગયો છે. હાલમાં ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો, પાલનપુરમાં હોટલ માલિકની અતૂટ આસ્થા, 4 મહિના પહેલાં ખોવાયેલો ડોગ પરત મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ કરી

Follow Us
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
g clip-path="url(#clip0_868_265)">