ખેલૈયાઓની મજા બગડી! અમદાવાદમાં એકાએક પડેલા વરસાદથી ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાયા – જુઓ Video
ભારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી થઈ ગયા છે. એસ જી હાઈવે વિસ્તારમાં આવેલા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છે અને ગ્રાઉન્ડમાં કિચડ થઈ જવાને કારણે ગરબા રમવા અશક્ય બન્યા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદ ખાબક્યો અને આની સૌથી વધુ અસર ગરબાના આયોજન પર જોવા મળી. વરસાદથી ગરબાના ગ્રાઉન્ડોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ શહેરના રિંગરોડ, શેલા, શીલજ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબકતા ખેલૈયાઓની સાથે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે.
ભારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી થઈ ગયા છે. એસ જી હાઈવે વિસ્તારમાં આવેલા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છે અને ગ્રાઉન્ડમાં કિચડ થઈ જવાને કારણે ગરબા રમવા અશક્ય બન્યા છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક ગરબા આયોજકોએ આજના ગરબા રદ કર્યા છે.
આ નિર્ણયથી ખેલૈયાઓને ખુબ જ નિરાશા હાથ લાગી છે. નવરાત્રિની મજા બરાબર જામી અને એવામાં જ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી. લાખો કરોડોના ખર્ચ પર પાણી ફરી વળ્યા જેવી સ્થિતિ સર્જાતા આયોજકો વરસાદ બંધ રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.