અમદાવાદના CTM વિસ્તારમાં 45 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કર્યો, છતાં ટ્રાફિકની સમસ્યાનો નહીં અંત, જુઓ Video
અમદાવાદના CTM વિસ્તારમાં 45 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કર્યો, છતાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ અંત નહીં આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ બેરિકેટ મુકીને લાવી દેવાયું છે.
Ahmedabad: ઓવરબ્રિજ બને છે સમસ્યાઓનું સમાધાન કરવા, પરંતુ અમદાવાદના CTM વિસ્તારમાં 45 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કર્યો, છતાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ અંત નથી. વળી, સુવિધાને બદલે વેપારીઓ અને વાહનચાલકોની દુવિધા વધી ગઈ છે.
કારણ કે કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ વચ્ચે સંચાલનને અભાવે અહીં બેરીકેડ મુકી દેવાયા છે. આમ તો બ્રિજ 2011માં બન્યો, પરંતુ હમણાં સુધી તો રાબેતા મુજબ ચાલતું હતું. પરંતુ ટ્રાફિકનું ભારણ વધ્યું અને BRTSને પણ વળાંક અહીંથી જ લેવો પડે છે. જે મુશ્કેલીનું કારણ બનતું હતું. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ બેરિકેટ મુકીને લાવી દેવાયું. જેથી લોકોને યુ-ટર્ન માટે એક કિલોમીટરથી વધુનું વધારાનું અંતર કાપવું પડે છે. લોકોમાં આ વાતને લઈને આક્રોશ છે.
આ પણ વાંચો: Ahmedabad Crime: લારી ચાલુ કરવાની ઈર્ષામાં સંબંધી એજ સંબંધી યુવકની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
એક તરફ જનતા પરેશાન છે તો બીજી તરફ ટ્રાફિક DCP કહી રહ્યા છે કે બેરિકેડીંગ માટે તમામ લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા છે અને બેરિકેડ મુક્યા બાદ ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાનો હલ આવ્યો છે. જો કે હદ તો ત્યારે થાય છે, જ્યારે મેયર પણ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી દીધી. તેમણે આ સમસ્યા માટે જવાબદારી સંપૂર્ણપણે ટ્રાફિક પોલીસ પર નાખી દીધી. આ તરફ ટ્રાફિક પોલીસ તરફથી એવી દલીલ છે કે, બ્રિજની ડિઝાઈન બાબતે સંકલન ન કરાતા આ સમસ્યા સર્જાઈ છે.