AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Crime: લારી ચાલુ કરવાની ઈર્ષામાં સંબંધી એજ સંબંધી યુવકની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઈંડાની લારી ચાલુ કરવાની ઈર્ષામાં પડોશમાં રહેતા સંબધી એજ સંબધી યુવક ની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. જેમાં ખોખરા પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Ahmedabad Crime: લારી ચાલુ કરવાની ઈર્ષામાં સંબંધી એજ સંબંધી યુવકની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
Mihir Soni
| Edited By: | Updated on: Jul 16, 2023 | 6:19 PM
Share

Ahmedabad Crime: શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. ખોખરા ભાઈપુરા વિસ્તારમાં 19 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. ઈંડાની લારી ચાલુ કરવાની ઈર્ષામાં પડોશમાં રહેતા સંબધી એજ સંબધી યુવક ની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. પોલીસે ગણતરીના કલાકો માં ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.

પોલીસ કસ્ટડી ઝડપાયેલા આરોપીઓના નામ પ્રિતેશ ઉર્ફે બોબડો, વિરાજ ઉર્ફે નાનીયો પટેલ અને નિર્મળા બેન છે. મુખ્ય આરોપી પ્રિતેશ ઉર્ફે બોબડો જન્મથી બોલી નથી શકતો, પરંતુ નાની ઉંમરથી જ ગુનાની દુનિયામાં તેના ગુનાઓ બોલે છે. આરોપી પ્રિતેશ ઉર્ફે બોબડા સામે મારામારીના અનેક ગુનાઓ નોંધાયા છે. ત્યારે પડોશમાં રહેતા 19 વર્ષીય જયપ્રકાશ ઉર્ફે જીતુ નામના યુવકની હત્યા કરવાના ગુનામાં ખોખરા પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

ગુનાની વિગત જોઈએ તો ફરિયાદી સગુનાબેન ગવંડર અને આરોપીઓ ભાઈ પુરા વિસ્તારની પંજાબી તાળાવાળાની ચાલીમાં રહે છે. ફરિયાદી સગુના બેને તેમના જ ઘરની આગળ ઈંડાની લારી ચાલુ કરતા પડોશમાં રહેતા સંબંધી નિર્મળા બેન વચ્ચે ઈર્ષા શરૂ થઈ હતી અને છેલ્લા ઘણા દિવસથી ધંધો શરૂ કરવા બાબતે બંને સંબંધીઓ વચ્ચે માથાકૂટ ચાલતી હતી અને આ માથાકૂટે ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું. જેમાં આરોપીઓ એ ફરિયાદી ના ભાઈ પર છરી વડે હુમલો કર્યો જેમાં ફરિયાદી નો દીકરો જય પ્રકાશ વચ્ચે છોડવા જતા તેની પર છરી ના ઘા ઝીંકી મોત ને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો  : Ahmedabad Crime: ગર્ભવતી મહિલાનું રહસ્યમય મોત ! સાસરિયાઓએ દહેજની પણ માંગ કરી હોવાનો આક્ષેપ

જોકે ખોખરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તમામ આરોપીઓને વિન્ઝોલ પાસેથીઝડપી પાડી ગુના નો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યાના ગુનામાં મુખ્ય આરોપી પ્રિતેશ એ છરી મારી હતી અને બાકીના ત્રણ આરોપીઓ એ મૃતકને પકડી રાખ્યો હતો. જેમાં આરોપી નિર્મલાની સગીર વયની દીકરી પણ સામેલ હતી. જોકે હાલ તો પોલીસે સગીર વય ની દીકરી ની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">