AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પાંજરાપોળ ચાર રસ્તા પર બનાવાયું રાજ્યનું પ્રથમ બોક્સ જંકશન, વિદેશની જેમ કરાશે ટ્રાફિક નિયમન

અમદાવાદમાં સૌપ્રથમ પાંજરાપોળ ખાતે બોક્સ જંકશન બનાવવામાં આવ્યું છે. વિદેશની જેમ અમદાવાદમાં સૌપ્રથમ આ બોક્સ જંકશન બનાવાયું છે. જેના થકી ટ્રાફિક નિયમનું પાલન થશે અને ટ્રાફિક જામની સમસ્યામાં ઘટડો થશે.

Ahmedabad : પાંજરાપોળ ચાર રસ્તા પર બનાવાયું રાજ્યનું પ્રથમ બોક્સ જંકશન, વિદેશની જેમ કરાશે ટ્રાફિક નિયમન
Box junction
Darshal Raval
| Edited By: | Updated on: Jul 16, 2023 | 12:17 PM
Share

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) શહેરનો વિસ્તાર અને વસ્તી બંને દિવસેને દિવસે વધી રહ્યા છે. જેની સાથે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. જે સમસ્યા લોકો અને તંત્ર માટે માથાનો દુખાવો છે. જેને પહોંચી વળવા માટે કોર્પોરેશન હોય કે પછી ટ્રાફિક વિભાગ હોય સતત પ્રયાસ કરતું હોય છે. ત્યારે ટ્રાફિક જામ ધરાવતા જંકશન પર સમસ્યા હળવી કરવા અમદાવાદમાં વિદેશની જેમ બોક્સ જંકશન બનાવાયું છે.

આ પણ વાંચો Breaking news : ફાર્મસી કાઉન્સિલના ચાલી રહેલા વિવાદ મામલે 6 મહિનામાં ચૂંટણી પૂર્ણ કરવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

બોક્સ જંકશનથી ટ્રાફિક જામને અટકાવવાનો પ્રયાસ

જો તમે ટ્રાફિક નિયમનો ભંગ કરો છો તો તેનું પાલન કરવા થઈ જાવ તૈયાર કેમ કે કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગે એક સંયુક્ત પ્રયાસ હાથ ધરી અમદાવાદમાં સૌપ્રથમ પાંજરાપોળ ખાતે બોક્સ જંકશન બનાવવામાં આવ્યું છે. વિદેશની જેમ અમદાવાદમાં સૌપ્રથમ આ બોક્સ જંકશન બનાવાયું છે. જેના થકી ટ્રાફિક નિયમનું પાલન થશે અને ટ્રાફિક જામની સમસ્યામાં ઘટડો થશે.

સૌથી વધુ ટ્રાફિક જામ ધરાવતા જંકશન પર બનાવાશે બોક્સ જંકશન

અમદાવાદમાં ઘણા એવા સર્કલ છે કે જ્યાં ટ્રાફિક સર્જાતો હોય છે તેવા કેટલાક સર્કલોને આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ પાંજરાપોળ સર્કલ પર આ બોક્સ માર્કિંગ જંકશન બનાવવામાં આવ્યું છે. તેના સિવાય પાંજરાપોળ સહિત અમદાવાદમાં 25 અલગ અલગ સ્થળ પર બોક્સ જંકશન બનાવાશે.

બોક્સ જંકશન કેવી રીતે કામ કરે છે

બોક્સ જંકશનમાં ચાર રસ્તા પર પીળા કલરના બોક્સ પેટર્ન બનાવાય છે. જે બોક્સ જંકશન પર કોઈપણ વ્યક્તિ ઊભો નહીં રહી શકે. એટલે કે બોક્સ જંકશન પર ઉભા રહેવા પર પ્રતિબંધ રહેશે. તો જંકશનના ચારે રસ્તા આવરી લેવાય તે રીતે બોક્સ માર્કિંગ બનાવાય છે. જ્યાં ચાર રસ્તા ઉપર વાહનો સરળતાથી પસાર થઈ શકે. તેમજ જ્યારે સિગ્નલ બંધ થવા આવે ત્યારે વાહન ચાલક સિગ્નલ સુધી ઉભો ન રહે અને આગળ વધે તો તે બોક્સ જંકશન પર પણ ઉભો નહીં રહી શકે અને તેને પસાર થવું પડશે.

ગ્રીન સિગ્નલ હશે તો પણ બોક્સ જંકશન પર ઊભા નહીં રહી શકાય અને પસાર થવું પડશે. એટલે કે જે વાહન ચાલકો સ્ટોપ લાઇન પાલન કરતા ન હતા તેઓએ હવે સ્ટોપ લાઈનની અંદર જ ઉભા રહેવું પડશે. જેનો મતલબ એ થાય છે કે સ્ટોપ લાઈન તોડીને આગળ વધનારા વાહન ચાલકો પર અંકુશ લાવવાનો આ પ્રયાસ છે. ટ્રાફિક જંકશન પર ટ્રાફિક નિયમ કરવાનો આ પ્રયાસ છે.

ક્યા ક્યા જંકશન પર બનશે બોક્સ માર્કિંગ

મળતી માહિતી પ્રમાણે હાલ તંત્ર દ્વારા આરટીઓ સર્કલ, ઉસ્માનપુરા, નહેરુનગર, પાલડી ચાર રસ્તા, ઘેવર સર્કલ, રક્ષા શક્તિ સર્કલ, નમસ્તે સર્કલ, એરપોર્ટ સર્કલ, ગોલ્ડન કતાર, મેમકો, રામેશ્વર, શાહઆલમ, દાણીલીમડા, આવકાર હોલ, હીરાભાઈ ટાવર, એનએફડી, પ્રહલાદ નગર, મકરબા, મેરીગોલ ત્રણ રસ્તા, અનુપમ, નિકોલ, ખોડીયાર મંદિર અને વિરાટનગર સર્કલ પસંદ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહેતો હોય છે તેવા સર્કલોની પસંદગી હાલ કરાઇ છે. જેમાં સૌપ્રથમ પાંજરાપોળ ખાતે બોક્સ જંકશન બનાવ્યું છે. અને તબક્કાવાર અન્ય જંકશન પર બોક્સ જંકશન ઉભા કરાશે. જેથી કરીને ટ્રાફિકનું સંચાલન યોગ્ય રીતે કરી શકાય. તેમ છતાં પણ જો લોકો તેનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે આગામી સમયમાં દંડનીય કાર્યવાહી પણ થઈ શકે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">