અમદાવાદના વિંઝોલમાં આંબા તળાવને પૂરી દેવા મામલે હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લીધી, સરકારને જવાબ રજૂ કરવા આદેશ

હાઇકોર્ટે સરકારને  આદેશ પણ આપ્યો છે કે આ જગ્યા ઉપર તળાવ હતું કે કેમ એ બાબતની ખરાઈ કરાવો. તેમજ સોલિડ વેસ્ટ ડમ્પ કરવા પરવાનગી લીધી હતી હોય તો જવાબ રજૂ કરો

અમદાવાદના(Ahmedabad)વિંઝોલમાં(Vinzol) આવેલું આંબા તળાવ(Aamba Lake)સોલિડ વેસ્ટથી પુરી દેવામાં આવ્યું છે. જેને લઇને અરજદારે હાઈકોર્ટમાં(Highcourt) અરજી કરી છે. આ ઉપરાંત ભૂગર્ભ જળ પ્રદુષિત થવા બાબતે અને ચીમની થકી ગેસ રિલીઝ થવા મુદ્દે અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.

જો કે હાઇકોર્ટે તળાવ પુરી દેવાના મામલાને ગંભીરતાથી લીધો હતો. તેમજ આ મુદ્દે હાઇકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

આ ઉપરાંત હાઇકોર્ટે સરકારને  આદેશ પણ આપ્યો છે કે આ જગ્યા ઉપર તળાવ હતું કે કેમ એ બાબતની ખરાઈ કરાવો. તેમજ સોલિડ વેસ્ટ ડમ્પ કરવા પરવાનગી લીધી હતી હોય તો જવાબ રજૂ કરો. આ કેસની આગામી સુનાવણી ૧૦ ડિસેમ્બરના રોજ હાથ ધરાશે

આ પણ વાંચો : જૂનાગઢમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવનારા પાંચ લોકોની વન વિભાગે ધરપકડ કરી

આ પણ વાંચો : અમદાવાદના બોપલ ડ્રગ્સ કેસમાં નવા ખુલાસા સામે આવ્યા, કસ્ટમ વિભાગ પણ સક્રિય

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati