અમદાવાદના બોપલ ડ્રગ્સ કેસમાં નવા ખુલાસા સામે આવ્યા, કસ્ટમ વિભાગ પણ સક્રિય

અમદાવાદના બોપલ ડ્રગ્સ કેસમાં હવે કસ્ટમ વિભાગ સક્રિય થયું છે. જેમાં કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષમાં વંદીત પટેલે 1000 થી વધુ પાર્સલ એર કાર્ગોથી મંગાવ્યા હતા.

અમદાવાદના(Ahmedabad)બોપલ ડ્રગ્સ(Bopal Drugs)કેસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. જેમાં ડ્રગ્સ કેસના તાર છેક અમેરિકા(America)સુધી પહોંચ્યા છે. જેમાં આરોપી વંદીત પટેલે કબૂલ કર્યું છે કે તેણે કેલિફોર્નિયાના એર કાર્ગો મારફતે ડ્રગ્સ મંગાવ્યું હતું. તેમજ કસ્ટમ(Custom)દ્વારા વંદીત પટેલે મંગાવેલ પાર્સલ અંગે ખુલાસો કર્યો છે.

જેમાં આ કેસમાં હવે કસ્ટમ વિભાગ સક્રિય થયું છે. જેમાં કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષમાં વંદીત પટેલે 1000 થી વધુ પાર્સલ એર કાર્ગોથી મંગાવ્યા હતા. તેમજ તેમાંથી 800 થી વધુ પાર્સલ છોડાવીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ બજારમાં ફરતું કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના બોપલ ડ્રગ્સ કેસમાં 70થી વધુ હાઈ પ્રોફાઈલ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.વંદીત પટેલ અને તેની ગેંગ પાસેથી ડ્રગ્સ મેળવનારાઓની તપાસ કરવામાં આવી રહી છે.ડ્રગ્સ લઈ નશો કરનારા લોકોની તપાસ પણ કરાઈ રહી છે…પોલીસ તપાસમાં શહેરના બે જાણીતા બિલ્ડરના દીકરાના નામ પણ ખુલ્યા છે.

જૈ પૈકી એક નબીરાની પૂછપરછ પોલીસે કરી છે.અમદાવાદ ગ્રામ્ય SOGએ પકડેલા 4 ડ્રગ્સ પેડલરની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.. એરકાર્ગોથી બે વર્ષમાં 300થી વધુ પાર્સલ મગાવ્યાનું સામે આવ્યું છે.. છેલ્લા બે વર્ષમાં આરોપી વંદિત પટેલે અમેરિકાથી 300થી વધુ પાર્સલ મંગાવી આશરે 100 કિલોથી વધુનું ડ્રગ્સ વેચ્યું છે.

આરોપી વંદિત પટેલે અમદાવાદ, કલોલ, જયપુર અને ઉદેપુરના 50થી વધુ સરનામા પર 10 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સની ડિલિવરી મેળવી હોવાની કબૂલાત કરી છે. જેમાંથી 4 કરોડના વ્યવહાર ઈથરીયમ, લાઈટકોઈન, બિટ કોઈન જેવી ક્રિસ્ટોકરન્સી મારફતે ચૂકવ્યા હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા છે. સાથે જ વંદિતે મંગાવેલા 27 પાર્સલમાંથી 24 પાર્સલ કસ્ટમ વિભાગે કબ્જે કર્યા છે. જે પાર્સલ પણ પોલીસે કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરની ટીમ પર હુમલા કેસમાં ત્રણની ધરપકડ

આ પણ વાંચો : Covid-19 Vaccine: ભારતે 22 નવેમ્બર સુધીમાં 95 દેશોને 7.07 કરોડ કોરોના વેક્સિનના ડોઝ મોકલ્યા, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આપી જાણકારી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati