જૂનાગઢમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવનારા પાંચ લોકોની વન વિભાગે ધરપકડ કરી
વનવિભાગે પશુને બાંધનાર અને સિંહ દર્શનનું આયોજન કરનાર 5 લોકોની ધરપકડ કરી છે. જેમાં પાંચેય આરોપીઓને કોર્ટે 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે
ગુજરાતના(Gujarat)જૂનાગઢમાં(Junagadh)ગેરકાયદે લાયન શોના(Lion Show) કેસમાં વન વિભાગે(Forest) પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાં દેવળીયા રેન્જના ગુંદીયાળી બીટમાં ગેરકાયદે સિંહ દર્શનનો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવવા બદલ વનવિભાગે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.
વનવિભાગે પશુને બાંધનાર અને સિંહ દર્શનનું આયોજન કરનાર 5 લોકોની ધરપકડ કરી છે. જેમાં પાંચેય આરોપીઓને કોર્ટે 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે આ કેસનો મુખ્ય સૂત્રધાર દિનેશ જોશી હજુ પણ ફરાર છે.
આ દરમ્યાન ગીરના જંગલોમાં સિંહોની અવારનવાર થતી પજવણી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે.અને લાયન સફારીની માત્રામાં ઘટાડો કરવા માટે હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે.મહત્વનું થોડા દિવસ પહેલા સિંહની પજવણી મુદ્દે વાયરલ થયેલા ફોટોગ્રાફની ગુજરાત હાઈકોર્ટને જાણ કરાઈ હતી,
જેની બાદ હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે. અરજદારની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું, સિંહોના તેમના વિસ્તારમાં શાંતિથી જીવવા દો.લાયન સફારીના નામે કે લાયન શોના નામે સિંહની પજવણી યોગ્ય નથી.
તેમજ ગુજરાત ટૂરીઝમની એક જાહેરાતમાં ટાંકીને હાઇકોર્ટના એક ન્યાયમૂર્તિએ ટકોર કરી કે ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન સિંહની બાબતમાં જાહેરાતમાં એમ કહે છે કે ‘અગર યે નહી દેખા તો કુછ નહી દેખા’.. તો,.. સિંહને શાંતિથી જીવવા દેશો તો સિંહ દેખાશે.. સિંહોને તેમની શાંતિ કે નૈસર્ગિક પ્રક્રિયામાં ખલેલ ના પાડો..
આ પણ વાંચો : અમદાવાદના બોપલ ડ્રગ્સ કેસમાં નવા ખુલાસા સામે આવ્યા, કસ્ટમ વિભાગ પણ સક્રિય
આ પણ વાંચો : અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરની ટીમ પર હુમલા કેસમાં ત્રણની ધરપકડ