Accident News : રાજકોટ અને પાટણમાં સર્જાયા અકસ્માત, બંન્ને અકસ્માતના CCTV આવ્યા સામે, જુઓ Video
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પાસે અને પાટણના હારીજ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. આ બંન્ને અકસ્માતના CCTV સામે આવ્યા છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પાસે અકસ્માતની ઘટના બની છે. પૂરપાટ ઝડપે આવતી કાર BRTS રેલિંગ સાથે અથડાઈ હતી.રેલિંગ સાથે ટક્કર બાદ કાર પલટી હતી. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પાસે થયેલા અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા હતા.
પાટણના હારીજ સર્જાયો અકસ્માત
બીજી તરફ આજે પાટણના હારીજ હાઈવે પર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. ટ્રેલરે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેના CCTV પણ સામે આવ્યા છે. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની ઘટનાની જાણ થતા તાત્કાલિક હારીજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ વધુ હાથ ધરી છે.
Latest Videos