Amreli Video : ધારી રોડ પર કારચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, 2 મહિલાના મોત, 3 ઈજાગ્રસ્ત
અમરેલી-ધારી રોડ પર રવિવારે મોડી સાંજે અકસ્માતમાં બે મહિલાના મોત થયા છે. કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા દેવરાજિયા ગામ નજીક કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. કારમાં સવાર પાંચ લોકોમાંથી બે મહિલાના મોત નિપજ્યા છે. તો 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા છે.
Amreli News : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના અમરેલી-ધારી રોડ પર બની છે. રવિવારે મોડી સાંજે થયેલા અકસ્માતમાં બે મહિલાના મોત થયા છે. કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા દેવરાજિયા ગામ નજીક કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. કારમાં સવાર પાંચ લોકોમાંથી બે મહિલાના મોત નિપજ્યા છે. તો 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Amreli Breaking : બગસરાના હાલરીયા ગામે સિંહણે કર્યો બાળકીનો શિકાર, સિંહણને પાંજરે પુરવા વન વિભાગ થયુ દોડતુ, જુઓ Video
તો બીજી તરફ અમરેલીના ધારી રોડ પર આજે ST બસનો અકસ્માત સર્જાયો હતો. ધારીના છતડિયા પાટિયા પાસે બસ ચાલકે કાબૂ ગુમાવતા બસ રોડથી નીચે ઉતરી ગઇ હતી. અને ઝાડી-ઝાંખરમાં જઇને ઘૂસી ગઇ હતી. જો સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. મળતી માહિતી અનુસાર બસમાં 15 મુસાફરો સવાર હતા. બસનો અકસ્માત એ રીતે થયો કે તેની બારીના કાચ પણ તૂટી ગયા હતા. બસનો દરવાજો બ્લોક થઇ જતા બસના પાછળના કાચ તરફથી મુસાફરોનું રેસ્ક્યુ કરાયું.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





