Amreli: ગેરકાયદે લાયન શો અને પજવણી કરાવનારા ચેતી જાય, 7 વર્ષ સુધીની થશે સજા, ધારી પૂર્વ DCFની કડક તાકીદ

Amreli: અમરેલીમાં વધતા જતા લાયન શોના બનાવોને લઈને ધારી ગીર પૂર્વ DCF રાજદીપસિંહ ઝાલા દ્વારા ગુનાહિત કૃત્ય ન કરવા લોકોને અપીલ કરવામાં આવે છે. તેમણે લોકોને તાકીદ કરી છે કે ગેરકાયદે લાયન શો કરાવી સિંહોની પજવણી કરનારને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. પકડાશો તો 7 વર્ષ જેલમાં સબડશો.

Amreli: ગેરકાયદે લાયન શો અને પજવણી કરાવનારા ચેતી જાય, 7 વર્ષ સુધીની થશે સજા, ધારી પૂર્વ DCFની કડક તાકીદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 6:16 PM

Amreli: અમરેલી જિલ્લામાં વધતા જતા સિંહ દર્શન અને સિંહ પજવણીના બનાવને લઈ ધારી ગીર પૂર્વ ડિવિઝનના DCF રાજદીપ સિંહ ઝાલાની ટીમ એક્શન મોડમાં આવી છે. સમગ્ર ગીર વિસ્તારમાં સિંહ પજવણી અને સિંહ દર્શન જેવી ઘટનાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

તમામ રેન્જના ફોરેસ્ટ ઓફિસરો તમામ ગતિવિધિ ઉપર ગીર જંગલ આસપાસના વિસ્તારના વન્યપ્રાણીઓ ઉપર ખાસ નજર રાખી રહ્યા છે. ગઈકાલે જ 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બહારના લોકોને સિંહ દર્શન કરાવતા યુવકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરાંત તેમની પૂછપરછમાં અન્ય કેટલાક લોકોના નામો ખુલ્યા છે. અન્ય વાહનો પણ હોવાની માહિતીઓ મળી છે. ત્યારે વનવિભાગની ટીમ દ્વારા મૂળ સૂત્રધાર સુધી પહોંચવા અને અન્ય સિંહ દર્શન કરનારા લોકો સુધી પહોંચવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે ઉપરાંત સ્થાનિક લોકોને પણ ગીર પૂર્વ ડિવિઝન દ્વારા સોશ્યિલ મીડિયા મારફતે અપીલ કરવામાં આવી છે

અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો
બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો
હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ
ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?
આજનું રાશિફળ તારીખ : 01-12-2023
કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

ગેરકાયદેસર લાયન “શો” અંગે અગત્યની સૂચના આપી

ધારી ગીર પૂર્વ ડિવિઝન ડીસીએફ રાજદીપ સિંહ ઝાલાએ ટીવી નાઈન ડિજિટલને કહ્યું વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9ની જોગવાઈ મુજબ ગંભીર ગુન્હો બને છે જે માટે ગુનેગારને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

સિંહ દર્શન માટે સિંહને રંજાડવા સિંહોને દોડાવવા સિંહ પાછળ વાહન દોડાવવા ખોરાકની લાલચ આપી ચોકકસ જગ્યા ઉપર રોકવા પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા માટેના પ્રયત્નો કરવા સહિત બાબતો મારણ ઉપર સિંહ હોય ત્યારે વીડિયો ઉતાવરવા જવા વિવિધ બાબતને લઈ લાયન શો જેવા ગુનાહિત કૃત્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી ન થવા અપીલ કરવામા આવી જ્યારે કોઈ સિંહ દર્શન કરતું હોય સિંહ પજવણીની ઘટનાઓ સામે આવે તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે

આ પણ વાંચો: Amreli : ડાલામથ્થાના ગઢ ગણાતા અમરેલીમાં એક મહિનામાં 11 સિંહોના અકાળે મોત થવા પાછળના શું છે કારણો-વાંચો

ધારી ગીર પૂર્વ આસપાસ મોટા પ્રમાણમાં વન્યપ્રાણીનો વસવાટ

જિલ્લામાં સૌથી મોટો જંગલ એરિયા ધારી ગીર પૂર્વ વિસ્તાર આંબરડી સફારી પાર્ક પણ અહીં આવ્યો છે જ્યાં પણ સિંહો છે તેમ છતાં કેટલાક તત્વો સિંહ દર્શન કરવા માટે રેવન્યુ અને ગીર જંગલ વિસ્તારમાં પ્રતિબંધિત વિસ્તારમાં જ્યાં વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. ત્યાં તેમને પરેશાન કરવા કેટલીક વખત લોકો ગેરકાયદે રીતે પ્રવેશે છે અને જેના કારણે વનવિભાગ દંડાત્મક કાર્યવાહી પણ વાંરવાર કરવાની ફરજ પડે છે. ગેરકાયદે સિંહ દર્શન જેવી ઘટનાઓમાં વનવિભાગ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Input Credit Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">