Vadodara : ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા, 2ને વોન્ટેડ જાહેર કરાયા, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વાર લાંચ લેતા અધિકારી ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં ખાણ-ખનીજ વિભાગના 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા હતા. જેમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ખાણ-ખનીજ વિભાગના લાંચિયા અધિકારીઓ ફરાર થઈ ગયા છે.
ગુજરાતમાં ફરી એક વાર લાંચ લેતા અધિકારી ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં ખાણ-ખનીજ વિભાગના 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા હતા. જેમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ખાણ-ખનીજ વિભાગના લાંચિયા અધિકારીઓ ફરાર થઈ ગયા છે. ACBએ રંગે હાથે અધિકારીઓને 2 લાખની લાંચ લેતા ઝડપ્યા હતા.
ACBએ યુવરાજસિંહ, IT કર્મી કિરણ પરમારની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે ભૂસ્તર અધિકારી રવિ મિસ્ત્રી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે. ACBમાં ફરિયાદ કરનારા રેતીના વેપારીને ધમકી મળી હતી. કરજણના રેતી માફિયાઓએ વેપારીને ધમકી આપી હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ મથકમાં ફરિયાદ કરવા ACBએ વેપારીને સલાહ આપી હતી. આરોપી યુવરાજસિંહ ગોહિલના ઘરમાંથી 98 હજારની રોકડ મળી છે. જ્યારે રેતીનો સ્ટોક કરવાની પરવાનગી માટે લાંચ માગી હતી. જો કે લાંચ સ્વીકારાઈ તે સ્થળના CCTV મેળવી તેના આધારે તપાસ હાથ ધરાશે.
સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલ અને IT કર્મી કિરણ પરમારની પૂછપરછમાં ભૂસ્તર અધિકારી રવિ મિસ્ત્રી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલનું નામ ખુલ્યું હતું. જોકે બન્ને આરોપી હાલ ફરાર હોવાથી પોલીસે વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.