Gujarat Election 2022: આમ આદમી પાર્ટીના અગ્રણી રાજુ દિયોરાએ AAPમાં રૂપિયા લઈ ટિકિટ વેચાતી હોવાનો લગાવ્યો આરોપ

કોંગ્રેસ (Congress) બાદ હવે આમ આદમી પાર્ટીમાં પણ રૂપિયા લઈ ટિકિટ વેચાતી હોવાના આરોપ લાગ્યા છે. સુરતના કતારગામ વિસ્તારના રાજુ દિયોરા, ભરત પટોળિયા સહિતાના AAPના પાયાના કાર્યકરોએ આક્ષેપ કર્યો કે રૂપિયા લઈને પાર્ટીમાં ટિકિટ વેચવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 3:00 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર વિવિધ રાજકીય પક્ષો લાગી ગયા છે. જો કે પ્રચારની સાથે જ આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ શરુ થઇ ગયા છે. સુરતના કતારગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીમાં વિખવાદ સામે આવ્યો છે. AAP અગ્રણી રાજુ દિયોરાનો રૂપિયા લઈ ટિકિટ વેચાતી હોવાના આક્ષેપ થયો છે.

કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીમાં પણ રૂપિયા લઈ ટિકિટ વેચાતી હોવાના આરોપ લાગ્યા છે. સુરતના કતારગામ વિસ્તારના રાજુ દિયોરા, ભરત પટોળિયા સહિતાના AAPના પાયાના કાર્યકરોએ આક્ષેપ કર્યો કે રૂપિયા લઈને પાર્ટીમાં ટિકિટ વેચવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકરોની અવગણના કરીને આયાતી અને રૂપિયા આપનારા લોકોને ટિકિટ ફાળવી દેવામાં આવી છે.

આ મુદ્દે માત્ર કતારગામ કે સુરત જ નહીં ગુજરાતમાં ઠેક-ઠેકાણે રોષ છે. રાજુ દિયોરાએ AAPના રૂપિયા લઈ ટિકિટ વેચતા નેતાઓને ખુલ્લા પાડવા આવતીકાલે મહા સંમેલનનું આયોજન કર્યું છે. જેમાં ગુજરાતભરમાંથી AAPના નારાજ કાર્યકરો જોડાશે તેવો રાજુ દિયોરાએ દાવો કર્યો.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">