ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર કર્યા
આગામી લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને મોકો આપ્યો છે. તો ભરૂચ લોકસભા બેઠક માટે AAPએ ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
ગુજરાતની વધુ એક લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને મોકો આપ્યો છે. તો ભરૂચ લોકસભા બેઠક માટે AAPએ ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
તો બીજી તરફ ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ચાલી રહ્યો છે. આ સાથે તેમણે લોકસભાની તમામ 26 સીટ જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વિપક્ષ માત્ર હવામાં બાચકા ભરતા હોવાનું નિવેદન આપ્યું અને ચૂંટણી સમયે એક પણ વિપક્ષ નહી દેખાય તેવી પ્રતિક્રિયા આપી હતી.
Latest Videos