PMJAY યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોને નથી ચુકવાયા નાણાં, એમ્પેનલ્ડ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશને 800 કરોડ બાકી હોવાનો કર્યો દાવો- વીડિયો
PMJAY યોજના હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલોની કરોડોની ચુકવણી બાકી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. એમ્પેનલ્ડ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશનને 800 કરોડની ચુકવણી બાકી હોવાનો દાવો કર્યો છે. જેમા જુલાઈ 2021થી જુલાઈ 2023 સુધીના 370 કરોડના પેમેન્ટ બાકી હોવાનો દાવો કરાયો છે.
PMJAY યોજના હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલોની કરોડોની ચૂકવણી બાકી હોવાના સરકાર સામે આક્ષેપ કરાયો છે. PMJAY એમ્પેનલ્ડ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશને આ આક્ષેપ કર્યો છે. તેમના દાવા મુજબ PMJAY હેઠળ પ્રાઈવેટ હોસ્પિટલોની 800 કરોડની ચૂકવણી બાકી છે. જુલાઈ 2021થી જુલાઈ 2023 સુધીના 370 કરોડના પેમેન્ટ બાકી હોવાનો દાવો કર્યો છે. સારવાર થયાના 15 દિવસમાં છે ચૂકવણી કરવાનો નિયમ હોવા છતાં વર્ષોથી ચૂકવણી નથી કરાઇ. તેવા આક્ષેપ સાથે જણાવ્યું કે, આ બાબતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા, CM ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય પ્રધાનને રજૂઆત કરી હોવા છતાં પણ ચૂકવણી કરાઈ નથી.
પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પેમેન્ટના કારણે ખતરામાં
PMJAY પોલીસી 8 હેઠળ બજાજ ઇન્સ્યોરન્સ કંપનીએ 500 કરોડ ન ચૂકવતા વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ પેમેન્ટના કારણે ખતરામાં હોવાનો દાવો કર્યો છે. ત્યારે, PMJAY એમ્પેનલ્ડ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશને હોસ્પિટલોના બિલની ચૂકવણી કરવા સરકારને વિનંતી કરી છે. સાથે એવું પણ જણાવ્યું કે, ચૂકવણી ન થતી હોવાના કારણે વડોદરાની 20 અને જુનાગઢની કેટલીક હૉસ્પિટલોએ PMJAY બંધ કર્યું. સુરત-બનાસકાંઠાની ઓર્થો એસોસિએશને PMJAY યોજના હેઠળ સારવાર બંધ કરી. આ ઉપરાંત, જો સરકાર ચૂકવણી નહીં કરે તો યોજના હેઠળની સારવાર બંધ થશે તેવી ચીમકી આપી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો