Vadodara Video : દિયર સાથે પ્રેમમાં પડતા મહિલાએ પતિને ઉતાર્યો મોતને ઘાટ, પોલીસ સકંજામાં આરોપી

સંસ્કારી નગરી વડોદરામાં ફરી એક વાર સંબંધોને લજાવતી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલા તેના દિયર સાથે પ્રેમમાં પડી જતા પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.  સમગ્ર ઘટના ન્યુ સમા વિસ્તારમાં ચાણક્યપુરી પાસે આવેલી ડિફેન્સ કોલોનીની છે. જ્યાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને 35 વર્ષીય હરિ ગોવિંદ યાદવ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2024 | 1:53 PM

સંસ્કારી નગરી વડોદરામાં ફરી એક વાર સંબંધોને લજાવતી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલા તેના દિયર સાથે પ્રેમમાં પડી જતા પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.  સમગ્ર ઘટના ન્યુ સમા વિસ્તારમાં ચાણક્યપુરી પાસે આવેલી ડિફેન્સ કોલોનીની છે. જ્યાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને 35 વર્ષીય હરિ ગોવિંદ યાદવ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે.  આ હત્યા કરવામાં તેનો ભાઇ અને પત્ની સામેલ હોવાનું સામે આવ્યું છે.

સાધના નામની ડિવોર્સી મહિલાએ મૃતક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે લગ્ન બાદથી મહિલાને પતિના ભાઇ ધર્મેન્દ્ર સાથે પણ પ્રેમ થઇ ગયો હતો. આ વાતની પતિને શંકા જતા તેણે ઠપકો આપીને ધર્મેન્દ્ર સાથે વાતચીત કરવાની ના પાડી હતી. ત્યારે પતિને અડચણરૂપ માનીને મહિલાએ દિયર સાથે મળીને હત્યાનું કાવતરૂં રચ્યું. અને ગત રાતે જ્યારે પતિ ઘરમાં સૂતો હતો. ત્યારે મહિલાએ દિયરને બોલાવીને પતિને મારી નાંખ્યો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે જ્યારે પતિ સૂતો હતો. ત્યારે મહિલાએ તેના દિયર ધર્મેન્દ્રને બોલાવ્યો. ત્યારબાદ ગળે ટૂંપો દઇ અને ગુપ્તાંગમાં લાતો મારીને હરિ ગોવિંદની હત્યા કરી નાંખી હતી. જો કે ઘરમાં બબાલ થયાની શંકા જતા સ્થાનિકે પોલીસને જાણ કરી હતી. આ મહિલા અને તેનો દિયર ફરાર થાય તે પહેલા પોલીસ પહોંચી ગઇ હતી. ત્યારે બંને આરોપી ત્યાં જ હતા. અને મૃતદેહ પણ ત્યાં જ પડ્યો હતો. જે બાદ પોલીસે સાધના નામની મહિલા અને ધર્મેન્દ્રને સ્થળ પરથી જ ઝડપી લીધા. હાલ પોલીસે સમગ્ર ઘટનાને લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">