AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : વડોદરામાં વિધર્મી યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ, પોલીસે શરૂ કરી તપાસ

Gujarati Video : વડોદરામાં વિધર્મી યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ, પોલીસે શરૂ કરી તપાસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 8:48 AM
Share

યુવતી સાથે પરિચય કેળવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતુ. એટલુ જ નહીં યુવતીને દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

Vadodara : વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી યુવકે ફેક્ટરી માલિક તરીકેની ઓળખ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આરોપી 22 વર્ષીય યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યો હતો. યુવતી સાથે પરિચય કેળવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતુ. એટલુ જ નહીં યુવતીને દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તો સાથે યુવતી પાસેથી 2.50 લાખ પડાવી લીધા હોવાનો પણ આરોપ છે.

યુવતી પાસેથી 2.50 લાખ પડાવી લીધા હોવાનો પણ આરોપ

તો આ તરફ સુરતમાં દુષ્કર્મ કરનારા નરાધમો સામે કોર્ટ સહેજ પણ ઢીલ બતાવ્યા વિના આકરા પાણીએ સજા આપી છે. જેમાં વધુ એક બે વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ગત નવેમ્બરમાં વેસુ વિસ્તારમાં રોડ પર સૂતેલા શ્રમિક પરિવારની બે વર્ષની બાળકીનું અપહરણ કરીને ટ્રક ચાલકે દુષ્કર્મ કર્યું હતું. જેમાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી હતી અને એક સપ્તાહની અંદર જ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી. આ ચાર્જશીટ ફાઈલ થયા બાદ 100 દિવસની અંદર જ કોર્ટે બળાત્કારીને આજીવન કેદની સજા ફટકારી છે.

 

Published on: Mar 06, 2023 08:46 AM
g clip-path="url(#clip0_868_265)">