ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા 9 લોકોનો 1 વર્ષ બાદ પણ કોઈ પત્તો નહીં, હાઇકોર્ટમાં 14 ફેબ્રુઆરીએ થશે વધુ સુનાવણી
ગુમ લોકોની 4 ફેબ્રુઆરી 2023એ પરિજનો સાથે છેલ્લી વાત થઇ હતી. આ મામલે અત્યાર સુધી ડોમિનિકન રિપબ્લિક, ડોમિનિકા, એન્ટિગુઆમાં તપાસ કરાઇ છે. અનેક દેશ અને ટાપુઓ પર પણ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ અંગે હાઇકોર્ટમાં 14 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા 9 લોકોનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. 1 વર્ષ બાદ પણ 9 લોકો વિશે કોઇ જાણકારી સામે આવી નથી. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગ ગુમ લોકોને શોધવામાં નિષ્ફળ રહ્યા છે. હાઇકોર્ટે 1 વર્ષ બાદનો સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે જવાબ દાખલ કર્યો હતો.
ગુમ લોકોની 4 ફેબ્રુઆરી 2023એ પરિજનો સાથે છેલ્લી વાત થઇ હતી. આ મામલે અત્યાર સુધી ડોમિનિકન રિપબ્લિક, ડોમિનિકા, એન્ટિગુઆમાં તપાસ કરાઇ છે. અનેક દેશ અને ટાપુઓ પર પણ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ અંગે હાઇકોર્ટમાં 14 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો